ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારોએ સી.આર.પાટીલની હાજરીમાં કર્યા કેસરિયા- જાણો કોણ જોડાયું?

ગુજરાત(Gujarat): ગાંધીનગર કમલમ(Gandhinagar Kamalam)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ના સદસ્યતા અભિયાનનો પ્રારંભ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil)ના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં 50 હજાર બુથ પર સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે. તો આ પ્રસંગે કેટલાક ગુજરાતી ફિલ્મ કલાકારોએ કેસરિયો ધારણ કર્યો હતો. જેમાં ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારો રાગી જાની, બિમલ ત્રિવેદી, આંચલ શાહ, સંજયસિંહ ચૌહાણ, પ્રાપ્તિ અજ્વાળીયા ભાજપમાં જોડાયા હતા.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શું કહ્યું?
આ અંગે રાજ્યના ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જણાવતા કહ્યું હતું કે, અલગ અલગ સમાજ અને ક્ષેત્રના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું, ”નરેન્દ્ર મોદીને દરેક સ્તરના લોકો ચાહે છે એટલે ભાજપ સાથે લોકો જોડાશે તેવું સી.આર પાટીલે જણાવતા કહ્યું હતું.

જાણો શું છે ગુજરાત ભાજપનો લક્ષ્યાંક?
2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એકવાર સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં 1.13 કરોડ સભ્યો છે. જેમાં નવા 20 ટકા સભ્યો ઉમેરવાના લક્ષ્યાંક સાથે સદસ્ય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં લઈને રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. પછી તે ભાજપ હોય આપ હોય કે, કોંગ્રેસ. તમામ પાર્ટીઓ પોતાના પ્રચાર અને પ્રસારમાં લાગી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *