BIG NEWS: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર- જુઓ ટાઈમટેબલ કઈ તારીખે કયું પેપર

Published on Trishul News at 1:02 PM, Fri, 13 October 2023

Last modified on October 13th, 2023 at 1:06 PM

Gujarat Board Exam: ગુજરાતમાં બોર્ડની પરિક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ધોરણ 10 અને 12ની બાર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડાન સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે. ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024ની પરીક્ષા તારીખ 11/03/2024થી તારીખ 26/03/2023 દરમિયાન લેવામાં આવશે.

ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે. જોકે, ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું કે, ધોરણ-૧૦, સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારો માર્ચ – ૨૦૨૪ની પરીક્ષા તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ દરમ્યાન લેવાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેન તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી.

ધોરણ 12 પછીની લેવાતી ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલ 2024 ના રોજ લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે. ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરા મેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ જ મહત્વની છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષામાં પરીક્ષાના પ્રશ્નપત્ર આપવામાં આવશે.

Be the first to comment on "BIG NEWS: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર- જુઓ ટાઈમટેબલ કઈ તારીખે કયું પેપર"

Leave a comment

Your email address will not be published.


*