નવાપુરામાં રહેતી સ્વરૂપવાન ટ્રાન્સજેન્ડરને એક તરફી પ્રેમમાં પાગલ બનેલા સુરતના શખ્સે મને પ્રેમ કર નહીતર મારી નાખીશ તેવી ધમકી આપતા ટ્રાન્સજેન્ડરે નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સ હાલ સુરતની લાજપોર જેલમાં છે અને જેલમાંથી વારંવાર ફોન કરીને ટ્રાન્સજેન્ડરને પ્રેમ કરવા દબાણ કરી રહ્યો છે.મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલ ટ્રાન્સજેન્ડરનો ફોટો મેગેઝિનમાં જોયા બાદ સુરતનો આ શખ્સ તેના પ્રેમમાં પડી ગયો હતો.
ટ્રાન્સજેન્ડર ઝોયાખાને નવાપુરા પોલીસમાં સાકીર ઉર્ફે દાનીશ વશી એહમદ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી કે તે મોડેલિંગનો વ્યવસાય કરે છે. 2018ના વર્ષમાં મોડેલિંગ કરતી વખતે તેનો ફોટો કોઇ મેગેઝીનમાં છપાયો હતો. આ ફોટો જોઇને સુરતમાં રહેતા સાકીર ઉર્ફે દાનીશે તેનો કોન્ટેકટ કર્યો હતો અને બંને વચ્ચે મિત્ર તરીકે સંબંધ બંધાયો હતો.
ત્યારબાદ સાકીરે ઝોયા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રાખ્યો હતો પણ પોતે ટ્રાન્સજેન્ડર હોવાથી તેણે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો, આમ છતાં સાકીરે અવારનવાર ઝોયાને ફોન કરીને ધમકી આપી હતી. છેલ્લે 16 જુલાઇએ પણ રાત્રીના સમયે સાકીરે તેને ફોન કર્યો હતો અને હું પેરોલ પર છૂટવાનો છું, તને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી.
સ્વરુપવાન ટ્રાન્સજેન્ડરનો ફોટો કોઇ મેગેઝીનમાં જોયા બાદ સાકીર જાણે કે પાગલ થઇ ગયો હતો. તેણે સામે ચાલીને ઝોયાનો સંપર્ક કર્યો હતો અને મિત્રો બન્યા હતા.
તેણે પ્રેમની દરખાસ્ત મુકતા ઝોયાએ ઇન્કાર કર્યો હતો, જેથી સાકીરે ગત 1લી જુનથી 16 જુલાઇ સુધી સતત દોઢ મહિના સુધી ઝોયાને જેલમાંથી ફોન કર્યા હતા અને પ્રેમ નહી કરે તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. નવાપુરા પોલીસે મોબાઇલ રેકોર્ડીંગના આધારે ગુનાની તપાસ શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.