ગુજરાત: ગુજરાતીઓ મોટાભાગે ખાવા-પીવાના અને ફરવાના શોખીન હોય છે. ગુજરાતના પ્રવાસીઓ માટે માઉન્ટ આબુ કોઈ સ્વર્ગથી ઓછું નથી. ગુજરાતીઓને એક દિવસની પણ રજા મળે, તો માઉન્ટ આબુ ઉપડી જાય છે. આ દરમિયાન, માઉન્ટઆબુમાં પ્રવાસીઓ અને ટોલ કર્મચારીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ મારામારીના વીડિયો પણ સામે આવ્યા છે.
જાણવા મળ્યું છે કે, માઉન્ટ આબુના ચુંગી નાકા પર બુધવારના રોજ બપોરે ગુજરાતથી મુસાફરો આવી રહ્યા હતા. ત્યારે એક કાર પણ ગુજરાતથી આવી હતી. જેમાં વાહનમાં બેસેલા મુસાફરો અને ટોલ કર્મીઓ વચ્ચે ટોલ આપવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો એટલો બિચક્યો હતો કે, પ્રવાસીઓએ ટોલ ટેક્સના રૂપિયા ફેંકીને આપ્યા હતા.
ઉપરાંત, આ પ્રવાસીઓએ ટોલના કર્મચારીઓ સાથે મારામારી પણ કરી હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકાના ટોલ કર્મચારીઓ સાથે મુસાફરોએ પહેલા તો બોલાચાલી કરી હતી અને બાદમાં તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાક્રમ 15 થી 20 મિનીટ સુધી ચાલ્યો હતો.
જાણવા મળ્યું છે કે, આસપાસના લોકોએ તેનો વીડિયો ઉતાર્યો હતો. ઘટના બાદ એસઆઈ નાથારામ પટેલ સાથે ટોલ પરના કેટલાક કર્મચારીઓ માઉન્ટ આબુ પોલીસ ચોકીમાં પહોંચ્યા હતા. તેમણે આ મુસાફરો સામે અભદ્ર વર્તન કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા પ્રવાસીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.