ગુજરાત(Gujarat): રાજ્યમાં નવા મુખ્યમંત્રી(CM) અને નવા મંત્રિમંડળ(Cabinet) બન્યા બાદ હવે ગુજરાતનું રાજકારણ(Politics) તેજ બન્યું છે. નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ, નવા ચહેરાઓ હવે ગુજરાત રાજ્યની આગામી રણનીતિ નક્કી કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે મુખ્યમંત્રી બનતાની સાથે જ ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સક્રિય જોવા મળી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં નવી સરકારનાં ગઠન બાદથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા અન્ય કેબિનેટ મંત્રીઓ એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં માથે ઓછા સમયમાં વધુ કામ કરી બતાવવાનો પડકાર છે ત્યારે આજે એક મહત્વની કેબિનેટ બેઠક(Cabinet meeting)નું આયોજન કરવામાં આવ્યું છે જેમા સરકાર દ્વારા મહત્વના અને મોટા નિર્ણય લેવાઈ શકે તેવી પુરેપુરી સંભાવનાઓ છે.
આજે આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા:
ગુજરાત રાજ્યમાં નવી સરકારમાં મંત્રીઓને ખાતાની વહેંચણી કર્યા બાદ પ્રથમ વખત કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે. આ આયોજિત બેઠકમાં મંત્રીઓ પાસેથી કામ અંગેના રિવ્યુ લેવામાં આવશે. સાથે સાથે આ સિવાય વરસાદની સ્થિતિ અંગે પણ મહત્વની ચર્ચા કરવામાં આવી શકે છે. થોડા દિવસ પહેલા જ વરસાદનાં કારણે સૌરાષ્ટ્રમાં ખુબ જ ભારે નુકસાન થયું છે ત્યારે અતિવૃષ્ટિમાં થયેલ નુકસાન અંગે પણ રિપોર્ટ રજૂ કરી સર્વે અંગે કેબિનેટ બેઠકમાં કોઈ મહત્વના નિર્ણય લેવાઈ શકે છે.
આ મોટા નિર્ણય પર રહેશે સૌની નજર:
રાજ્ય સરકારનાં મોટા નિર્ણયોની વાત કરવામાં આવે તો ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવાને લઈને કોઇ મોટો નિર્ણય આ કેબીનેટ બેઠકમાં લેવાઈ શકે છે. આ સિવાય રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલમાં સરકાર દ્વારા લાગુ નિયમોમાં ફેરફારને લઈને પણ કોઈ નિર્ણય લેવાઈ શકે છે અને રાત્રી કરફ્યુમાં પણ થોડી છૂટછાટ મળી શકે છે. આ સાથે સાથે બેઠકમાં કોરોનાને લઈને પણ અગત્યના નિણર્ય લેવાઈ શકે તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.