ગુજરાતના સપૂતે ઓઢ્યું તિરંગાનું કફન: જવાનનો પાર્થિવદેહ વતન વડગામમાં પહોંચ્યો, અશ્રુભીની આંખે આખું ગામ ચઢ્યું હિબકે, જુઓ live દ્રશ્યો

ગુજરાત(GUJARAT): વડગામના મેમદપુરા ગામના આર્મી જવાન રમેશભાઈ ચેલાભાઈ રબારી પંજાબના પઠાણકોટમાં આર્મી જવાન રમેશભાઈ ચેલાભાઈ રબારી શહીદ થયા હતા. ત્યારે હાલમાં તેમના પાર્થિવદેહને તેમના વતન વડગામ તાલુકાના છનિયાણા ગામ લાવવામાં આવ્યો હતો. આર્મી જવાન રમેશભાઈ ચેલાભાઈ રબારી પંજાબના પઠાણકોટ ખાતે મા ભોમની કાજે રક્ષા કરતાં કરતાં શહીદ થયા હતા. તેમના પાર્થિવદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો અને સમગ્ર ગામ સહિત તમામ આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ઉતર ગુજરાતમાં આવેલ બનાસકાંઠાના વડગામ તાલુકાના છનિયાણા ગામનો જવાન પંજાબના પઠાણકોટમાં શહીદ થતાં પાર્થિવ દેહ સાંલલલ માદરે વતન લાવવામાં આવ્યો હતો. છનિયાણાના રમેશભાઈ ચેલાભાઈ રબારીમાં ભોમની રક્ષા કાજે સેનામાં જોડાયા હતા. શહીદ થતા આખું ગામ દેશ ભક્તિના રંગે અને આંખમાં આંસુઓ વહી ગયા હતાં

મળતી માહિતી અનુસાર, વડગામ તાલુકાના છનિયાણા ગામના રમેશભાઈ ચેલાભાઈ રબારી કે જેઓ વર્ષ 2019માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા ત્યારબાદ તેઓ બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પોસ્ટિંગ પંજાબના પઠાણકોટ ખાતે થયું હતું. થોડાક દિવસ પહેલા તેઓ વતન ખાતે આવ્યા હતા અને પાંચ દિવસ અગાઉ જવાન પોતાની પોસ્ટિંગ ફરજ પંજાબના પઠાણકોટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં બુધવારે તેઓ શહીદ થતા તેમના પરિવારજનો સહિત દેશભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ ઘટના અંગે વડગામ તાલુકાના છનિયાણા ગામના અગ્રણીએ જણાવતા કહ્યું હતું કે,  ચાલુ મહિનામાં છનિયાણાના રમેશભાઇ રબારી રજા મળતા ઘરે આવ્યા હતા અને 16મી તારીખના રોજ ગામમાં ચેહર માંની રમેલ કરાઈ હતી અને 19મી તારીખના રોજ જવાન પોતાની ફરજ પર  હતો અને ત્યાં શહીદ થયો હતો.જવાને બેંગ્લોર ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પોસ્ટિંગ પંજાબના પઠાણકોટ ખાતે ફરજ પર જોડાયા હતા. જોકે, જવાન થોડા દિવસ પહેલા વતન છનિયાણા આવ્યો હતો અને પાંચ દિવસ અગાઉ જ જવાન પોતાની પોસ્ટિંગ ફરજ પંજાબના પઠાણકોટ ખાતે પહોંચ્યો હતો અને બુધવારે જવાન શહીદ થયો હતો.

શહીદ વીર જવાનની અંતિમ વિદાયમાં તમામ ગામના લોકો જોડાયા હતા. જવાનને વિદાય આપતા જ દરેક ગામ લોકોની આંખમાં ખુશી અને ગમનાં આંસુઓ વહી ગયા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી હતી. જ્યારે એક જવાન શહીદ થાય છે, ત્યારે આખુ ગામ જાણે શોકમગ્ન બની ગયું હતું. ખૂબ જ નાની વયે વિદાય લેતા આ જવાંન પરિવારમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયેલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *