ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપ નો ઝટકો આવ્યો છે. કચ્છમાં 12 વાગી ને 27 મિનિટે ભૂકંપનો ઝટકો અનુભવવામાં આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 રહી. ભૂકંપનું કેન્દ્ર કચ્છથી 15 કિલોમીટર દૂર હતું. ભૂકંપના ઝટકા આવ્યા બાદ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા. આના પહેલા રવિવારની રાત્રે કચ્છમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આવેલા ભૂકંપનું એપિસેન્ટર ભૂજના ભચાઉ પાસે જ હતું. કાલે રાત્રે પણ ભૂકંપનું એપિસેન્ટર ભચાવ પાસે હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કાલ રાતથી અત્યાર સુધી ૧૧ વખત નાના-મોટા ભૂકંપના ઝટકા અનુભવાયા છે. લોકો ડરેલા છે. હાલમાં કોઈ પણ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી.
રવિવારે મોડી રાત્રે ગુજરાતમાં ભૂકંપ
ગુજરાતમાં રવિવારે રાત્રે 8:00 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેનાબાદ લોકોમા ડરનો માહોલ બની ગયો અને લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા. ભૂકંપનું કેન્દ્ર થી 10 કિલોમીટર દૂર રહ્યું હતું. આ ભૂકંપને લીધે ઘણા ઘરોમાં તિરાડો પડી જવા પામી છે.
દિલ્હીમાં પણ ઘણી વખત હલી ધરતી
આના પહેલા ૮ જૂનના રોજ દિલ્હીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.1 હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર હરિયાણાના ગુરુગ્રામથી ૧૩ કિલોમીટર પશ્ચિમ ઉત્તર દિશામાં ઓછી તીવ્રતાનો ભૂકંપ પેદા થયો. જેનું ઊંડાણ ૧૮ કિલોમીટર હતુ અને તે 1:00 આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news