Gurmeet Ram Rahim પર વરસી રહી છે સરકારની ‘અસીમ કૃપા’ – બાબાને જલસા કરાવવા બદલી નાખ્યા કાયદા

Gurmeet Ram Rahim Singh: ગુરમીત રામ રહીમને બે દુષ્કર્મ અને બે મૃત્યુના કેસમાં ભલે 20 વર્ષથી આજીવન કેદ સુધીની બેગણી સજા થઈ હોય, પરંતુ આ વર્ષના ફેબ્રુઆરીના અંત સુધીમાં તેને કુલ 133 પેરોલ અને ફર્લો આપવામાં આવી છે.

કાયદાની નજરમાં ગુરમીત Ram Rahim ખૂની હોવાની સાથે સાથે દુષ્કર્મી પણ છે. પરંતુ સરકારે તેમના માટે જે પ્રેમ બતાવ્યો છે તે ઓછો થવાનું નામ જ નથી લેતો. હવે કહેવા માટે તો દરેક માટે કાયદો સમાન છે, પરંતુ સરકાર જે રીતે બાબાને ખુલ્લા હાથે, ક્યારેક ફર્લોના નામે તો ક્યારેક પેરોલના નામે જેલમાંથી રજા આપી રહી છે. તેનું બીજું ઉદાહરણ બીજે ક્યાંય જોવા મળતું નથી. ગુરમીત રામ રહીમ છેલ્લા 14 મહિનામાં ચાર વખત અને ત્રણ મહિનામાં બે વખત જેલની બહાર છે.

28 ઓગસ્ટ, 2017
Gurmeet Ram Rahim ને બે સાધ્વીઓ પર દુષ્કર્મ કરવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારી હતી.

17 જાન્યુઆરી, 2019
કોર્ટે એ પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા માટે Gurmeet Ram Rahim ને આજીવન કેદની સજા આપવામાં હતી

24 ઓક્ટોબર, 2020 ના રોજ
આ પછી, સરકારે Gurmeet Ram Rahim ને ગુરુગ્રામની હોસ્પિટલમાં તેની બીમાર માતાને મળવા માટે એક દિવસનો પેરોલ આપવામાં આવ્યો હતો.

21 મે, 2021 ના રોજ
હરિયાણા સરકારે Gurmeet Ram Rahim ને બીજી વાર પણ  તેની બીમાર માતાને મળવા માટે ફરી એક દિવસનો પેરોલ આપવામાં આવી હતી.

18 ઓક્ટોબર, 2021 ના ​​રોજ
કોર્ટે ફરી વાર Gurmeet Ram Rahim ને ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી.

7 ફેબ્રુઆરી, 2022 ના રોજ
સરકારે આ વખતે દુષ્કર્મી બાબાGurmeet Ram Rahim ને ફરી 21 દિવસની પેરોલ આપવામાં આવી.

જૂન, 2022 ના રોજ
સરકારે ફરીથી હત્યારા ગુરમીત રામ રહીમને ફરી એક મહિનાની પેરોલ મંજૂર કરી.

ઓક્ટોબર, 2022 ના રોજ
સરકારે ફરી એકવાર ગુરમીત રામ રહીમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કર્યો

21 જાન્યુઆરી, 2023 ના રોજ
અને હવે વર્ષની શરૂઆતમાં જ હત્યારા અને દુષ્કર્મી બાબા Gurmeet Ram Rahim ને ડેરાના ભૂતપૂર્વ વડા શાહ સતનામની જન્મજયંતિમાં હાજરી આપવા માટે સરકાર દ્વારા 40 દિવસ જેલમાંથી 133 દિવસની આઝાદી આપી દીધી. જોવામાં આવે તો દોષિત બાબા અત્યાર સુધીમાં 133 દિવસથી આઝાદ છે. મતલબ કે રામ રહીમને બે દુષ્કર્મ અને બે હત્યા માટે 20 વર્ષની જેલથી લઈને આજીવન કેદ શુધી ને બેગણી સજા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *