બધા મંત્રીઓને એ મુદે વધારે ચર્ચા માં હોય છે કે, તેઓ જે વિસ્તારમાંથી આવે છે તેના જ વિસ્તારનો વિકાસને ભૂલી જાય છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના ઉર્જા મંત્રી તેમના વિધાનસભા વિસ્તાર ગ્વાલિયરમાં નિરીક્ષણ માટે નીકળ્યા હતા. તેના રાઉન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ખાનગી અહેવાલ મુજબ ગ્વાલિયરમાં એક સ્થળે માનસિક આરોગ્ય સુવિધાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. અહીંથી ઉર્જા મંત્રી પ્રદુમનસિંહ તોમર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પણ હતા. બાંધકામની ગુણવત્તાની ચકાસણી માટે મંત્રી સીધા ચેમ્બરની દિવાલ તરફ ગયા. તેઓએ અહીં નબળું બાંધકામ જોયું. ઉર્જા મંત્રીએ જ્યારે તપાસ માટે દિવાલને લાત મારી ત્યારે ઇંટો નીચે પડી ગઈ.
જે દરમિયાન તે નબળા બાંધકામ માટે સંબંધિત અધિકારીઓને ઠપકો આપી રહ્યા હતા. તે જ સમયે તેનું સંતુલન બગડી ગયું અને તે ગંદા પાણીમાં પડતા પડતા બચ્યા. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે, મંત્રીએ ‘ભ્રષ્ટાચારની દિવાલ પાડી દીધી છે.’
ઉર્જા મંત્રી પ્રદુમનસિંહ તોમારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, “આ બધું ચાલશે નહીં. બાંધકામનું કામ ગુણવત્તા પ્રમાણે થવું જોઈએ, ભ્રષ્ટાચાર સહન નહીં થાય.”
જયારે મંત્રી બાંધકામના કામોની ગુણવત્તા ચકાસી રહ્યા હતા ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાકટરો શાંતિથી જોય રહ્યા હતા. પરંતુ આ વીડિયોમાં બાંધકામના કામમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.