હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં આવેલ સાઉથ કેરોલિનાની રહેવાસી હિથર જ્હોન્સનનું ઇચ્છા છે કે, તે પણ સામાન્ય મહિલાઓની જેવી સ્લિમ દેખાય પણ તેની જાંઘ, હિપ્સ તથા હાથ પરની ચરબી ઘટતી નથી. વર્ષો સુધી વજન ઘટાડવા માટે પરેશાન રહેતી હતી, છેવટે તેણે પોતાના શરીરના ભાગો પર જામેલ ચરબીમાંથી કમાણી કરવાનો ઉપાય શોધી કાઢ્યો.
હિથર જહોન્સન ખુબસુંદર છે પણ તેના શરીરના કેટલાક અંગો પર વધુ ચરબી જમા થઈ ગઈ છે. 4 બાળકોની માતા હિથર ચરબી ઓછી કરવા માટે જીમ, એક્સર્સાઈઝ તેમજ ડાયટિંગ પણ કર્યું પરંતુ ચરબી ઓછી થતી ન હતી. આ દરમિયાન તેને જાણ થઈ કે, તેને આ સમસ્યા જન્મજાત છે તથા આ કંડીશનને લિપેડેમા કહેવામાં આવે છે.
38 વર્ષીય હિથરના પગ ખુબ જાડા છે તેમજ તેમાં દુખાવો પણ રહે છે. લિપેડેમા નામની બીમારીને લીધે આ અસમાન્ય મેદસ્વિતાને લીધે તેને ખુબ મુશ્કેલી પડે છે. તેના હાથ, પગ તથા બોટમ પર ખુબ ચરબી છે. જ્યારે કમર આ ભાગ કરતા પાતળી દેખાય છે. જ્યાં ચરબી એકત્ર થઈ છે ત્યાંની ત્વતા પણ ખુબ સોફ્ટ છે તેમજ તેમાં ખાડાઓ પડે છે.
જ્યાં સુધી હિથરને પોતાની બીમારીની જાણ ન હતી ત્યાં સુધી ખુબ ડાયટિંગ કરતી હતી પણ પછીથી વજન વધવાનું કારણ તેને 6 વર્ષની ઉંમરમાં થયેલ બીમારી છે. જ્યારે હિથરની ઉંમર 31 વર્ષની હતી ત્યારે તેનું વજન 192 કિગ્રા હતું. ડૉક્ટરનાં સૂચન મુજબ હિથરે ગેસ્ટ્રિક સ્લીવ સર્જરીથી 74 કિલો વજન ઓછું કર્યું હતું.
હાલમાં તેનું વજન 129 કિગ્રા છે. જયારે હિથરની લંબાઈ 5 ફૂટ 9 ઈંચ છે ત્યારે આટલું વજન તેને હેવી લુક આપે છે. અતિ રસપ્રદ વાત તો એ છે કે, તેની કમર 39 ઈંચની જ છે જ્યારે હિપ્સ અને જાંઘ 59 તેમજ 34 ઈંચના છે. હિથર પોતાની બીમારી વિશે જાણવ્યા પછી પોતાના કરિયરને બદલવાને લઈ ખુબ ગંભીર હતી.
તેને સોશિયલ મીડિયામાં મોડલિંગ શરૂ કર્યું હતું. તેને બોડી પોઝિટિવ બ્રાન્ડ્સ માટે મોડલિંગ શરૂ કર્યું તેમજ લોકોને પોતાના શરીરનો સ્વીકાર કરવા માટે જાગૃત કર્યા હતા. તેના દ્વારા તેને ખુબ સારી એવી કમાણી થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.