Hair Eating Disorder: જ્યારે 11 વર્ષની બાળકીના પેટમાંથી 500 ગ્રામ વાળનો ગુચ્છો નીકળ્યો તો ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. વાસ્તવમાં, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના(Hair Eating Disorder) એક ગામની 11 વર્ષની બાળકીને અચાનક જ પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો, જેના પછી તેના માતાપિતા તેને દાહોદની વડોદરા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં બાળકીએ પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ કરી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતો. બાળરોગ નિષ્ણાંત ડો. સલીમ શેખે જણાવ્યું હતું કે બાળકનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.અને અમને જાણવા મળ્યું છે કે બાળકના પેટમાં વાળનો મોટો ટુકડો હતો, જેના કારણે બાળકીને ભારે દુખાવો થતો હતો અને તેની હાલત ખુબ જ નાજુક બની ગઈ હતી.
જયારે તેનું ઓપરસેન ચાલુ કરવામ આવ્યું ત્યારે બાળકીનું પલ્સ અને બીપી પણ ખુબ ઘટી ગયું હતું. તો પણ ડોકટરે કટોકટીના સમયમાં બાળકીનું ઓપરેશન કર્યું,ઓપરેશન માટે બાળકીના આતરડામાં એક છિદ્ર પાડવામાં આવ્યું હતું. અને ડોકટરે સાવચેતીથી ઓપરેશન કરી છોકરીના પેટમાંથી 500 ગ્રામના વાળનું ગુચલું બહાર કાઢી લેવામાં આવ્યું. અને ડોકટરે બીજું પણ જણાવ્યુ છે કે,આ એક સિન્ડ્રોમ છે જે મોટાભાગે છોકરીઓને બાળપણથી પુખ્તાવસ્થા સુધી અસર કરે છે. ડોકટરે બીજું પણ જણાવ્યું કે ઓપરેશન સફળ રહ્યું છે અને બાળકી હવે સંપૂર્ણ સ્વસ્થ છે.
આવો જ કિસ્સો મુંબઈના દાદરમાંથી પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે.10 વર્ષની છોકરીના પેટમાં દુખાવો થતા પરિવારના લોકોને ખુબ જ ચિંતા થવા લાગ્યા હતા. ઘણા ડોકટરોએ આ છોકરીની ઘણી સારવાર કરી,પરંતુ તેણીનો ઇલાજ કરવામાં નિષ્ફળ ગયા. આ સાંભળીને બાળકીના માતા-પિતા ચોંકી ગયા હતા.અને જયારે ડોકટરે સીટીસ્કેન કર્યું ત્યારે તેને ખબર પડી કે છોકરીના પેટમાં એક વાળનો ટુકડો છે. ડોકટરે આ રોગને ટ્રાઇકોફેગિયા કહેવામાં આવે છે. આ રોગમાં વ્યક્તિ પોતાના વાળ ખાવા લાગે છે.ડોક્ટરોએ યુવતીના પરિવારના લોકોને વાળનું ગુચલું કાઢી નાખવાની સલાહ આપી હતી. બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.