મહામારી કોરોનાને કારણે સતત પાછી ઠેલાતી આવી રહેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષા હવે 24 ઓગસ્ટે લેવામાં આવશે. જેને પગલે આ પરીક્ષાની હોલ ટિકિટ પણ ઓનલાઈન મુકી દેવામાં આવી છે.
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. શહેરમાં પણ વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં વધારો અને ઘટાડો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં યોજાનારી ગુજકેટની પરીક્ષા મોકૂફ કરવામાં આવી હતી. પરંતુ હવે બોર્ડ દ્વારા પરીક્ષાનું નવું સમયપત્ર રજૂ કરવામાં આવ્યું છે. અગામી 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટ પરીક્ષાનું નવું એડિશન કાર્ડ ઓનલાઈન મુકવામાં આવ્યું છે.
કઈ રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરશો
ગુજકેટના ઉમેદવારોએ હોલ ટિકિટ લેવા માટે વેબસાઈટ gujcet.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી 31 ઓગસ્ટ 2020 સાંજના 6 વાગ્યાથી ડાઉનલોડ કરી શકશે. જેમાં ગુજકેડ-2020માં માટે કરેલા આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ-ડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર નાંખીને હોલ ટોકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ હોલ ટિકિટ સર્ચ કરી અને જન્મ તારીખની વિગતો ભરીને ડાઉનલોડ કરી શકશે.
આવા છે નિયમો
જૂની તારીખ(31 માર્ચ) વાળી હોલ ટિકિટ માન્ય ગણાશે નહીં. હોલ ટિકિટ માત્ર ઓનલાઈન જ મળશે અને તેના પર સ્કૂલના પ્રિન્સિપાલના સિક્કાની કોઈ જરૂર નથી. વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટ સાથે કોઈપણ એક ફોટો આઈડી પ્રૂફ(આધાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ અથવા ધો.12ની મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ) સાથે લઈ જવાના રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP