વિકલાંગ વ્યક્તિઓને સરકાર ઈલેકિટ્રક સ્કૂટર ખરીદવા પર ૨૫૦૦૦ રૂપિયાની સહાય આપશે.

Trishul News

રાજ્ય સરકારે વિકલાંગો માટે ઈલેકટ્રીક સ્કૂટર ખરીદવા રૂ. ૨૫ હજાર સુધીની સહાય કરવાનું નક્કી કર્યુ છે. આ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના સેકશન અધિકારી આર.કે. પાંડરની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં સહાયના ધોરણો બાબતે જણાવાયુ છે કે, વિકલાંગની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની હોવી જરૂરી છે. વિકલાંગતાની ટકાવારી ૪૦ ટકા કે તેથી વધુ તથા લાભાર્થીનું નામ બી.પી.એલ. યાદીમાં ૦ થી ૨૦નો સ્કોર ધરાવતા હોવા જોઈએ. એસ.ઈ.સી.સી. ૨૦૧૧ (સામાજીક, આર્થિક જાતિ આધારીત વસ્તી ગણતરી-૨૦૧૧) અન્વયે વંચિતતા ધરાવતા તથા યાદીમાં સમાવિષ્ટ વિકલાંગોને ખાસ અગ્રતા અપાશે.

Trishul News

યોજનામાં ફકત અસ્થિ વિષયક વિકલાંગ સ્ત્રી અને પુરૂષ બન્નેને લાભ મળવાપાત્ર થશે. અસ્થિ વિષયક વિકલાંગ ધરાવતા વિકલાંગ પાસે આર.ટી.ઓ. માન્ય લાયસન્સ હોવું જરૂરી છે. જે અસ્થિ વિષયક વિકલાંગ લાભાર્થીએ અગાઉ સાધન સહાય યોજનાનો લાભ મેળવેલ હશે તે વ્યકિતને સાધન સહાયની યોજનામાં લાભ મળ્યા બાદ પાંચ વર્ષ પુરા થયા પછી ઈલેકટ્રીક સ્કૂટર યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ઈલેકટ્રીક સ્કૂટર ખરીદવાની સહાય યોજનામાં લાભાર્થી દ્વારા તેઓએ મેળવેલ ઈલેકટ્રીક સ્કૂટર જો કંડમ થઈ ગયેલ હોય તો પાંચ વર્ષ બાદ જો અન્ય રીતે યોજનાનો લાભ મેળવવા પાત્ર ઠરતા હશે તો યોજનાનો લાભ પુનઃ મેળવવા અરજી કરી શકશે.

આ યોજનાનો લાભ ફકત લોકોમોટર ડીસએબીલીટી, વિકલાંગતા અને ૪૦ ટકા વિકલાંગ પ્રમાણપત્ર ધરાવતા લાભાર્થીને જ લાભ મળવાપાત્ર થશે. આ યોજનામાં લાભ મેળવેલ વિકલાંગ વ્યકિતને ત્યાર બાદ વિકલાંગ સાધન સહાયની યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં.

વિકલાંગ વ્યકિત સમાજ સુરક્ષા ખાતાનો વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઈએ. ભારત સરકાર જે તે ડીલરોને સબસીડી ચુકવતા, સબસીડી ડીલરના ખાતામાં જમા થશે. જે તે કંપની દ્વારા સબસીડીની રકમ કપાત કરી, બીલની રકમ ચુકવવામાં આવશે. અરજદાર ઈલેકટ્રીક સ્કૂટર ખરીદે ત્યાર બાદ બીલ રજુ કર્યા બાદ સહાય મંજુર કરી સહાયની ચુકવણી થશે. વિકલાંગોને ઈલેકટ્રીક સ્કૂટર ખરીદવાની યોજના હેઠળ સ્કૂટરની બેઝીક કિંમત તથા ડીસેબલ કીટના ૫૦ ટકા અથવા રૂ. ૨૫,૦૦૦ની મર્યાદામાં સહાય ચૂકવાશે.

અરજદારની અરજી મંજુર થયેથી અરજદારે પોતાના ફંડમાંથી ખરીદી કરવાની રહેશે અને ખરીદી અંગેનું બીલ રજુ થયેથી જિલ્લા સમાજ સુરક્ષા કચેરીએ ચૂકવવા પાત્ર સહાયની રકમ ડી.બી.ટી.થી અરજદારના ખાતામાં જમા કરાવવાની થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Trishul News