મહારાષ્ટ્ર (Maharashtra) માં હનુમાન ચાલીસા (Hanuman Chalisa) વિવાદને લઈને રાજનીતિ વધી રહી છે. શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ ક્રમમાં આજે ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને ઉદ્ધવ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જો હનુમાન ચાલીસા મહારાષ્ટ્રમાં નહીં બોલાય તો શું પાકિસ્તાનમાં બોલાશે, તેઓ હનુમાન ચાલીસાને આટલી નફરત કેમ કરે છે? આપણે સૌ હનુમાન ચાલીસા બોલીશું, જો સરકારમાં હિંમત હોય તોઅમારા પર રાજદ્રોહનો ગુનો દાખલ કરીને બતાવે.
નવનીત રાણાને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે જે ખુબજ ઓછા લોકો જાણે છે.અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતો શ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. જે બાબતે હવે નવનીત રાણા અને શિવસેનાના સંજય રાઉત આમને-સામને આવી ગયા છે. નવનીત રાણાએ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર મોકલીને સંજય રાઉત પર સતત હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.
મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદને લઈને શિવસેનાના સંજય રાઉત દ્વારા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને બંટી બબલીની જોડી સાથે સરખાવતા હવે વિવાદ વધુ વકર્યો છે. જેનાથી નારાજ સાંસદે પહેલા નાગપુર પોલીસ અને હવે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે. અને સંજય રાઉત પર સતત હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.
અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાએ દિલ્હી કમિશ્નરને પત્ર લખીને જાણ કરી છે, નવનીત રાણાએ પત્રમાં લખ્યું છે કે, શિવસેનાના સાંસદ સંજય રાઉત મારી વિરુદ્ધ બોલે છે. ન્યૂઝ ચેનલો પરના ઈન્ટરવ્યુમાં પણ તેઓ મને હેરાન કરે છે. હું પછાત વર્ગની છું અને ચંભર જ્ઞાતિની છું. આવી સ્થિતિમાં સંજય રાઉત મને સતત પરેશાન કરે છે. નવનીત રાણા ઈચ્છે છે કે પોલીસ સંજય રાઉત વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ કેસ નોંધે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.