સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દુબઈમાં પોતાનો બર્થ ડે સેલીબ્રેટ કરી રહી છે ‘બ્યુટી ક્વીન’ કિયારા- જુઓ VIRAL તસ્વીરો

બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી કિયારા અડવાણી(Kiara Advani) માટે આજનો દિવસ સુપર સ્પેશિયલ છે. કિયારા તેના જન્મદિવસના ખાસ અવસર પર દુબઈ(Dubai)માં છે અને તેના સ્વીટ હાર્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા(Siddharth Malhotra) સાથે તેનો ખાસ દિવસ મનાવી રહી છે.

કિયારા અને સિદ્ધાર્થ દુબઈમાં:
કિયારા અને સિદ્ધાર્થ દુબઈમાં સાથે જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ અને કિયારાની ફેન્સ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ ચાહકો સાથે અલગ-અલગ પોઝ આપ્યા હતા, જેની તસવીરો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.

વાયરલ ફોટોમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બે અલગ-અલગ લૂકમાં જોવા મળ્યા હતા. એક ફોટોમાં કિયારા બ્લેક આઉટફિટમાં ખૂબસૂરત લુકમાં જોવા મળી હતી, જ્યારે બીજી તસવીરમાં તે ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં શાનદાર લુકમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by SidKiara (@siara_vogue)

કિયારા અને સિદ્ધાર્થની રિલેશનશિપ સ્ટેટસ
સિદ્ધાર્થ અને કિયારા અડવાણીના સંબંધોની ચર્ચા દરેક જગ્યાએ છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હવે કિયારાના જન્મદિવસ પર, સિદ્ધાર્થ તેની સાથે દુબઈમાં રહીને પોતાની લેડી લવના દિવસને ખાસ બનાવી રહ્યો છે. તાજેતરમાં જ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં અનન્યા પાંડેએ પણ હાવભાવમાં સિદ્ધાર્થ અને કિયારા વચ્ચેના સંબંધોની પુષ્ટિ કરી હતી.

બર્થ ડે ગર્લ કિયારા અડવાણીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની કારકિર્દી હાલમાં ઉચ્ચ સ્તરે છે. કિયારા થોડા સમય પહેલા ભૂલ ભુલૈયા 2 અને જુગ જુગ જિયોમાં જોવા મળી હતી. અભિનેત્રીની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *