ઉત્તર પ્રદેશ: હાલમાં ઉત્તરપ્રદેશમાંથી એક ખુબ જ ચકચારી ઘટના બનવા પામી છે. ઉત્તરપ્રદેશના હાપુડમાં કોરોના વાયરસનો કેર હજુ પણ જોવા મળી રહ્યો છે. જ્યાં 15 હજાર રૂપિયા ન હોવા પર કોરોના પોઝિટિવ વ્યક્તિનું શવ લગભગ અઢી મહિના સુધી પરિજનોને આપવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, મૃતક યુવક એપ્રિલ મહિનામાં કોરોના પોઝિટિવ થયો હતો. જેની સારવાર દરમિયાન તેને મેરઠ રીફર કરવામાં આવ્યો હતો. મેરઠમાં સારવાર દરમિયાન વ્યક્તિનું મોત નીપજ્યું ગયું.
આ દરમિયાન વ્યક્તિની પત્નીને હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા કહેવામાં આવ્યું કે, અંતિમ સંસ્કાર માટે શવ આપવા માટે 15000 રૂપિયા લાગશે. ત્યારે જ શવ આપવામાં આવશે નહીંતર અમે લોકો અંતિમ સંસ્કાર કરી લેશું. ત્યારબાદ પત્ની પૈસાની વ્યવસ્થા કરવા હાપુડ ગઇ પણ શવ માટે 15 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી શકી નહીં. સાથે તે હોસ્પિટલ દ્વારા અંતિમ સંસ્કાર કરવાની વાત વિચારી શવ લેવા ગઇ નહીં અને હાપુડથી પોતાના બે બાળકોને લઇ ગામ જતી રહી.
હાલ લગભગ અઢી મહિના પછી હોસ્પિટલને શવની ભાળ આવી. હોસ્પિટલ દ્વારા શવને પરિવારજનોની રાહમાં રાખવામાં આવ્યું હતું. જ્યારે 75 દિવસ પછી પણ કોઇ શવ લેવા આવ્યું નહીં તો મેરઠ હોસ્પિટલ દ્વારા શવને હાપુડ સ્વાસ્થ્ય વિભાગને સોંપી દેવામાં આવ્યું હતું. હાપુડ સ્વાસ્થ્ય વિભાગે 3 દિવસ પહેલા શવને જીએસ મેડિકલ કોલેજમાં રાખ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ પ્રશાસનની મદદથી પરિજનોને શોધવા લાગ્યા.
ગુરુવારે જ્યારે પરિજનોને જાણ થઇ તો તેઓ શવ લેવા આવ્યા અને NGOના માધ્યમે શવનું અંતિમ સંસ્કાર કર્યો હોવાનું સામે આવ્યું. આ અંગે હાપુડ સીએસસી પ્રભારી ડૉક્ટર દિનેશ ખત્રીનું કહેવું છે કે, મૃતકના ભાઇને મેરઠ હોસ્પિટલથી પોઝિટિવ હોવાની વાત કહેવામાં આવી હતી. પણ તે વાત સાંભળી ભાગી ગયો અને ત્યારથી પોતાનો મોબાઇલ પણ સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. પરંતુ, હાલ મૃતકના મકાન માલિક અને તેની પત્નીને શોધી શવ તેમને સોંપી દેવામાં આવ્યું છે.
જ્યારે મૃતકની પત્ની અને તેના બે બાળકો અંતિમ સંસ્કાર માટે આવ્યા તો તેઓ આંસુ રોકી શક્યા નહીં. એમ તો હોસ્પિટલો આટલા દિવસો સુધી કોરોના મૃતકોનું શવ પોતાની પાસે રાખતા નથી. પરંતુ, આ મામલામાં ફરી એકવાર સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલ ઊભા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.