મહારાષ્ટ્રની સરકારમાં એક મોટો પલટો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર ભાજપે એન.સી.પી. નેતા અજીત પવારનો સાથ મેળવીને સરકાર રચાવી છે. ફરી એક વખત દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે જ્યારે અજીત પવારને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા છે.
રાજ્યપાલે ભાજપને 30 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવા માટેનો સમય પણ આપ્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એન.સી.પી. અને કોંગ્રેસ સરકાર બનાવવામાં સપનાં જોઈ રહી હતી. રાત્રે તમામ નેતાઓને મંત્રી બનવાના સપનાં પણ આવ્યાં છે અને સવાર પડતાં જ સપનાં તૂટીને ચકનાચૂર થઈ ગયા છે. ગઈ રાત્રે 9 વાગ્યા સુધી શિવસેનાને સમર્થન આપનાર એનસીપીના અજીત પવારે રાતોરાત પલટી મારી દેતાં સમીકરણો બદલાઈ ગયા છે.
24 કલાક પહેલાં ઉદ્ધવ ઠાકરે સીએમ બનવાની જાહેરાત થઈ ગયા બાદ મોદી અને શાહે એક જ રાતમાં મહારાષ્ટ્રના રાજકારણમાં આજ સુધી ન આવેલો ભૂકંપ સર્જી દીધો છે. સવાર સવારમાં તો ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ પણ લઈ લીધા છે.
છેલ્લા 24 કલાકમાં શું-શું થયું ? જાણો અહીં
રાત્રે 7-00 કલાકે
એનસીપી-કાંગ્રેસ અને શિવસેના વચ્ચેની બેઠક પૂર્ણ અને લગભગ 2 કલાક સુધી ચાલી હતી બેઠક.
રાત્રે 7-15 કલાકે
અહેમદ પટેલ, શરદ પવાર, અશોક ચવ્હાણ અને ઉદ્ધવ ઠાકરેના નિવેદન અને બધું જ યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે ઉદ્ધવ સીએમ બનશે તેવા નિવેદનો.
રાત્રે 9-30 કલાકે
શિવસેનાના સાંસદ સંજય રાઉતનું ટ્વીટ અને ઉદ્ધવ ઠાકરે સીએમ પદ તરીકે શપથ લેશે.
વ્હેલી સવારે 5-50 કલાકે
મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું.
સવારે 7-50 કલાકે
ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદે અને એનસીપીના નેતા અજીત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.
સવારે 8-20 કલાકે
શપથ લીધા બાદ અજીત પવારનું નિવેદન અને રાજ્યમાં એક પણ પાર્ટી સરકાર બનાવવા માટે સમર્થ ન હતી. રાજ્યમાં અનેક મુશ્કેલીઓ હતી. ખાસ કરીને ખેડૂતોની મુશ્કેલી, તેથી અમે સરકાર રચવાનું નક્કી કર્યુ
સવારે 8-30 કલાકે
મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા બાદ ફડણવીસનું નિવેદન અને મહારાષ્ટ્રની જનતાએ અમને Gલીયર મેન્ડેન્ટ આપ્યું હતું પરંતુ શિવસેના બીજા પક્ષ સાથે ગઠબંધનના પ્રયાસ કરી રહ્યાં હતા. મહારાષ્ટ્રને િસ્થર સરકારની જરૂર હતી ખીચડી સરકારની નહીં.
સવારે 9-00 કલાકે
પીએમ મોદીએ ટ્વીટ કર્યુ અને દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારને અભિનંદન આપ્યાં.
સવારે 9-30 કલાકે
પ્રફુલ પટેલનું નિવેદન અને અજીત પવારનો નિર્ણય પાર્ટીથી વિપરીત.
સવારે 9-40 કલાકે
એનસીપી અધ્યક્ષ શરદ પવારનું ટ્વીટ અને અજીત પવારનો નિર્ણય પાર્ટીનો નહીં તેમનો અંગત નિર્ણય છે. અમે આ નિર્ણયને સપોર્ટ નથી કરતા.
સવારે 9-45 કલાકે
મહારાષ્ટ્રમાં રાજકારણની સોગઠાબાજી બાદ શિવસેનાનું પ્રથમ નિવેદન અને સંજય રાઉતે નિવેદન આપી અજીત પવાર પર સાધ્યું નિશાન.
સવારે 10-00 કલાકે
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલનું નિવેદન અને શિવસેના અને સંજય રાઉત પર સાધ્યું નિશાન.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.