અમદાવાદમાં દહેજ લાવવા બાબતે પરિણીતા પર ત્રાસ: પતિ બચકાં ભરતો, સસરા લાફા મારતા અને સાસું ગીઝર બંધ કરી દેતાં

Ahemdabad News: સામાન્ય કિસ્સામાં પતિ-પત્નીના ઝઘડામાં પતિ પત્નીને માર મારતો હોવાનું સાંભળ્યું હશે.પણ આ કિસ્સામાં તો ક્રૂરતાની હદ વટાવી દીધી છે. શહેરના ઘાટલોડિયામાં રહેતી એક યુવતીએ એક વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા ત્યારથી જ સાસુ(Ahemdabad News) અવાર નવાર અલગ અલગ બાબતોમાં બોલાચાલી ઝગડો કરતી હતી. ત્યારે યુવતી કંઇ પણ જવાબ આપે તો તેનો પતિ તેને માર મારતો હતો અને બચકા ભરતો હતો. ઉત્તરાયણના દિવસે સાસુએ પુત્રવધુને રસોઇ બનાવવાનું કહેતા તેણે સાસુ પાસે મદદ માંગી હતી. સાસુએ મદદ કરવાની મનાઇ કર્યા બાદ જ્યારે પુત્રવધુ સ્નાન કરવા ગઇ ત્યારે મોડુ થાય તે માટે ગિઝર બંધ કરી દીધુ હતું. પુત્રવધુને સ્નાન કરવામાં મોડુ થતાં પતિ અને સસરાએ ઝગડો કરીને લાફા મારીને ધક્કો મારીને ચોકડીમાં પાડી દીધી હતી. જેથી ઘાટલોડિયા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સામાન્ય બાબતે ઝગડો કરી મારામારી કરતા
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ વર્ષ 2022 માં લગ્ન કર્યા ત્યારથી જ સાસરિયા ઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. લગ્ન બાદ સાસુએ ફરિયાદ કરી હતી કે તેઓ જાન લઇને આવ્યા ત્યારે તારા પિયરવાળા ઓએ બદામ કે જ્યુસ આપ્યુ ન હતુ. જે બાબતે સાસુ વહુ વચ્ચે બોલાચાલી થતાં યુવતીને તેના પતિએ બે લાફા મારી દીધા હતા. એક દિવસ યુવતી કામઅર્થે તેના દિયરનું એક્ટિવા લઇને ગઇ ત્યારે પરત આવતા તેના દિયરે ચાવીનું કિચન તુટેલુ હોવાની ફરિયાદ કરી હતી. સાસરિયાઓએ આ સામાન્ય બાબતે પણ ઝગડો કરીને યુવતીને તેના પતિ તથા સસરાએ ઝાપટો મારી હતી. યુવતીના પતિએ પાણીનો નળ ચાલુ કેમ નથી કર્યો તે બાબતે પણ બબાલ કરીને ગાળો બોલીને બચકા ભરીને તેના પિયર મૂકી ગયો હતો.

વહુએ સંભળાવી આપવીતી
મારા લગ્ન બાદ હું મારી સાસરે હતી ત્યારે લગ્નના બે મહિના બાદ મારા સાસુ નાની નાની વાતોમાં ઝગડો કરતા હતા. મારા પતિને ભડકાવતા હતા જે બાદ મારા પતિ સસરા અને સાસુ ત્રણેય મળીને મને માર મારતા હતા.ત્યારબાદ આ બાબતે મારા માતા પિતાને જાણ કરતા તેઓ પણ આવી ગયા હતા.અને હું મારા માતા પિતાના ઘરે જતી રહી હતી, ત્યારબાદ મને સમાધાન કરી ફરી મોકલી દેવામાં આવી હતી. થોડા દિવસો બધું બરાબર ચાલ્યું હતું અને ત્યારપછી દિવસેને દિવસે વધુને વધુ હેરાન કરતા હતા.

મોંઘા વાસણો માટે કરતા હતા દબાણ
યુવતીની સાસુએ તહેવારમાં ચાંદીના વાસણો, મોંઘી સાડી અને કવરો લઇ આવવા દબાણ કરીને દહેજ લાવવા બાબતે ત્રાસ ગુજાર્યો હતો. આટલુ જ નહિ ઉત્તરાયણના દિવસે યુવતીને તેની સાસુએ રસોઇ બનાવવાનું કહેતા તેણે સાસુ પાસે મદદ માંગી હતી. જો કે સાસુએ મદદ કરવાની મનાઇ કરીને જ્યારે યુવતી સ્નાન કરવા ગઇ ત્યારે ગિઝર બંધ કરી દેતા યુવતીને સ્નાન કરવામાં સમય લાગ્યો હતો. જેથી યુવતીના પતિ સહિતના લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને તેને ધક્કો મારીને ચોકડીમાં પાડી દીધી હતી.બાદમાં યુવતીને તેના પતિએ બચકુ ભર્યુ હતું અને સસરાએ લાફા મારતા કંટાળી ગયેલી યુવતીએ ફરિયાદ નોંધાવતા ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.