રાજ્યમાં શ્વાનનો આંતક યથાવત્ત: પાંચ શ્વાને આઠ વર્ષની બાળકીને ફાડી ખાધી, ખેતરમાં કામ કરતા પરીવારની કિશોરીનું મોત

Fear of Dogs: રાજ્યમાં રખડતા શ્વાનનો ફરી આંતક જોવા મળ્યો છે. કેમકે આજે આવા જ એક સમાચાર સામે આવ્યા છે. રખડતા શ્વાન(Fear of Dogs) દ્વારા…

Fear of Dogs: રાજ્યમાં રખડતા શ્વાનનો ફરી આંતક જોવા મળ્યો છે. કેમકે આજે આવા જ એક સમાચાર સામે આવ્યા છે. રખડતા શ્વાન(Fear of Dogs) દ્વારા બાવળા તાલુકાના રૂપાલ ગામમાં આઠ વર્ષની બાળકી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ જેટલા શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરવામાં આવી હતી. 5 જેટલા શ્વાને બાળકી પર હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

માસૂમ બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
પ્રાપ્ત માહિતી મુજબ, રખડતા શ્વાનના લીધે અમદાવાદના બાવળામાં માસૂમ બાળકીને ગંભીર ઈજા પહોંચી છે. બાળકી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. જયારે આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. તેની સાથે બાળકીના વાલીના દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

બાળકીને પહોંચી ગંભીર ઇજા
રખડતા શ્વાનો દ્વારા આઠ વર્ષની બાળકીના પીઠ, હાથ સહિતના વિવિધ ભાગોમાં બચકા ભરવામાં આવ્યા હતા. તેના લીધે બાળકીને ભારે દર્દનો સામનો કરવો પડી રહ્યો છે. તેના લીધે બાળકીના શરીરમાં શ્વાનના બચકા ભરેલા જોવા મળ્યા છે. બાળકીને ગંભીર ઈજા પહોંચતા બાળકીને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.

બાળકી સારવાર હેઠળ
રખડતા શ્વાનોએ બાળકીના પીઠ, હાથ સહિતના વિવિધ ભાગોમાં બચકા ભર્યા છે. જેના કારણે બાળકી દર્દથી પીડાઈ રહી છે, આખા શરીર પર શ્વાનના બચકા જ બચકા નજરે ચડી રહ્યાં છે. જે બાળકીનું શરીર જોઈને જ કણસી ઉઠીએ તેવો શ્વાનઓ હુમલો કર્યો હતો. બાળકીના શરીર પર શ્વાનના અનેક બચકાઓના નિશાન પણ જોવા મળી રહ્યાં છે. જો કે, તેની અત્યારે સારવાર ચાલી રહી છે

શ્વાનના ખસીકરણના દાવાના ફરી એક વખત ધજાગરા ઉડ્યા
હાઈકોર્ટની અંતિમ ફટકાર છતાં અમદાવાદ કોર્પોરેશન સુધરવા તૈયાર નથી. કેમ કે તહેવારમાં કામગીરી ઢીલી પડતા ફરી એક વખત શ્વાનના ઝુંડે બાળકીને ચીરી ખાધી છે. અમદાવાદ શહેરમાં શ્વાનના ખસીકરણના દાવાના ફરી એક વખત ધજાગરા ઉડ્યા છે.રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રખડતા કૂતરાઓના કારણે સંખ્યાબદ્ધ લોકો ડોગબાઈટના ભોગ બની રહ્યાં છે. સુનિયોજિત વ્યવસ્થા ન હોવાના કારણે આ આંકડો હજારોને પાર થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાઓને પકડવા માટે ખાસ વિભાગ ચાલે છે. રખડતા કૂતરાઓને ખસીકરણ કરવાની પ્રક્રિયા માટે મોટું બજેટ ફાળવવામાં આવે છે. તેમ છતાં રખડતા કૂતરાઓની સંખ્યા વધતી જઈ રહી છે.