હાલ ગુજરાતના રાજકારણમાં ખુબ જ નવાજુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે આવા સમયે હાર્દિક પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે, તેવી અટકળો પણ સામે આવી છે. વોટ્સએપ પર પોસ્ટ કરાયેલા તેના નવા ફોટાને લઈને આ અટકળોએ જોર પકડ્યું છે. વોટ્સએપના નવા ડીપી (ડિસ્પ્લે પિક્ચર) માં હાર્દિક પટેલ કેસરી ગમછા પહેરેલો જોવા મળે છે. હાર્દિક પટેલે વોટ્સએપ અને ટેલિગ્રામનો ડિસ્પ્લે ફોટો બદલ્યો છે.
હાર્દિક પટેલ હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. ઘણી વખત તેણે ખુલ્લેઆમ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે ‘જાણે નવા વરની નસબંધી થઈ ગઈ હોય’. અહીં તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાની કોઈ સત્તા નથી. હાર્દિક પટેલે કહ્યું હતું કે, તેમની નારાજગી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી સાથે નથી, પરંતુ રાજ્યના નેતૃત્વ સાથે છે.
પોતાને રામ ભક્ત કહ્યા
હાર્દિક પટેલે ગયા અઠવાડિયે જ પોતાને રામભક્ત ગણાવ્યા હતા. પોતાને રામ ભક્ત ગણાવતા હાર્દિકે કહ્યું હતું કે મને હિન્દુ હોવાનો ગર્વ છે. હાર્દિક પટેલે તેના પિતાના મૃત્યુ સંસ્કાર પર ચાર હજાર ભગવદ ગીતાનું વિતરણ કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે અમે હિન્દુ ધર્મના છીએ અને અમને હિન્દુ હોવાનો ખૂબ જ ગર્વ છે. આ પછી ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પણ હાર્દિક પટેલના વખાણ કર્યા હતા. જેના કારણે હાર્દિકના ભાજપમાં જવાની અટકળોએ જોર પકડ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.