પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં પાટીદારોને અનામતનો લાભ મળે તે ઉદ્દેશ સાથે આંદોલન ચલાવી રહી છે. આંદોલનનો પોસ્ટર બોય બનેલો હાર્દિક પટેલ હવે પાટીદારોને અનામત પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોને અન્યાય કે પછી શહીદ પરિવારોને સરકારી નોકરી મળે તે મુદ્દાઓને ભૂલી જઈને હવે ખેડૂત રાગ રહ્યો છે. યુવાનોને બેરોજગારી ની વાતો કરી રહ્યો છે પાટીદાર અનામત આંદોલનનો સ્ટેજ પોતાની ખાનગી પબ્લિસિટી મા ઉપયોગ કરીને હવે ગુજરાતનો નેતા બનીને યુવાનોનો મસીહા બનવાની તૈયારીઓ કરી રહ્યો છે.
હાર્દિક પટેલ દ્વારા ગઈકાલે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન નિવેદન આપ્યું કે, પાટીદારોને અનામત નહીં મળે તો ચાલશે, પરંતુ ખેડૂતો ના દેવા માફ કરો અને યુવાનોને રોજગારી આપો હાર્દિક પટેલ એન્ડ કંપની હવે અનામતનો રાગ છોડીને રાજકારણ નો રાગ આલોપી રહી છે.
આ દરમિયાન ઠંડા પડી ગયેલા અનામત આંદોલન ને ફરીથી વેગવંતો કરવા માટે હાર્દિકના જૂના સાથીદાર દિનેશ બાંભણીયા અને હાર્દિકના ગુરુ એવા એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે આજે અમદાવાદ ગાંધી આશ્રમ થી ગાંધીનગર સુધીની પાટીદાર ન્યાય યાત્રા યોજી હતી અને સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.
હાર્દિક પટેલે સુરત માં પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ની જેલમુક્તિ વખતે પણ ઈશારો કરીને નિવેદન આપ્યું હતું કે, હું આંદોલનનો ચહેરો નથી પરંતુ અલ્પેશ કથિરિયા અનામત આંદોલનનો ચહેરો છે. આમ હાર્દિક ને હવે પોતાની ખ્યાતી માં જ રસ રહ્યો હોય તેવું પાટીદાર સમાજમાં ચર્ચાઈ રહ્યું છે. હાર્દિક ને પાસ છોડાવવા અને અલ્પેશ કથીરિયાની મુખ્ય ચહેરો બનાવવા પાછળ દિનેશ બાંભણીયા નું દબાણ કામ કરતું હોય તેવું પાટીદાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પહેલા બે દિવસ અગાઉ દિનેશ બાંભણિયા એ મુખ્યમંત્રીને એક પત્ર લખીને પૂર્વપાટીદાર સમાજ યુવાનોને સરકારી નોકરી દરમ્યાન ઉંમર માં છૂટછાટ મળે, પાટીદાર સમાજ માટે અલગ અલગ જિલ્લામ એજ્યુકેશન ઝોન ઉભા કરવામાં આવે તે સહિત આવકની મર્યાદા ત્રણ લાખથી વધારીને આઠ લાખ કરવામાં આવે, બિન અનામત આયોગ દ્વારા ફાળવવામાં આવેલ અને સહાય ની પડતર અરજીઓનો જલ્દીથી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.