ગુજરાતમાં પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલ ભાજપ સરકાર વિરુદ્ધ હવે લોકસભા ચુંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી પ્રચાર કરશે. હાર્દિક પટેલે યુપીમાં ભાજપ સરકાર વિરુદ્ધ ૬ જનસભા સંબોધિત કરવાનું આયોજન પણ કર્યું છે. તેમજ જેમ જેમ લોકસભા ચુંટણી નજીક આવશે તેમ તેમ વધુ સભાઓ પણ કરવામાં આવશે.
આ અંગે યુપીના સીનીયર કુર્મી રાજકારણીએ જણાવ્યું કે હાર્દિક પટેલના પ્રચારથી કુર્મી, કુશવાહા અને ગુર્જર સમાજના મતોનું ધ્રુવીકરણ થઈ શકે છે. આ ઉપરાંત ઓબીસી સમાજના લોકો પણ હાર્દિક પટેલ સાથે જોડાઈ શકે છે.
હાર્દિક પટેલની લોકચાહના વધી
આ ઉપરાંત હાર્દિક પટેલેના ખેડૂતો અને બેરોજગાર યુવાનોના મુદ્દાને લીધે ગ્રામીણ વિસ્તારોમાં અને યુવાનોમાં તેમની લોકચાહના વધી છે. જેની અસર પર ચુંટણીમાં જોવા મળી શકે છે.
ભાજપ સરકાર વિરુદ્ધ કરશે પ્રચાર
આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું છે કે તે યુપીમાં ભાજપ સરકાર વિરુદ્ધ પ્રચાર કરશે. તેમજ યુપીના પછાત સમાજના લોકો માને છે તેમજ મને પણ એ વાતનો આનંદ છે. આ ઉપરાંત યુપીના પૂર્વાંચલ કુર્મી લોકોમાં મને સારો એવો આવકાર મળ્યો છે તેમને લાગે છે કે હું તેમના મુદ્દાઓ સાથે લડી રહ્યો છું.
આ ઉપરાંત હાર્દિક પટેલ લખનઉના ૩ ફેબ્રુઆરીના રોજ યુથ કન્વેન્શનને સંબોધિત કરવાના છે. જેમાં મુસ્લિમ, કુર્મી, યાદવ અને ઓબીસી કોમ્યુનીટી સહિતના યુવાનો તેમાં જોડાશે.
આશા અને અપેક્ષાને જાણવાનો પ્રયાસ
હાર્દિક પટેલે જણાવ્યું કે આ સંમેલનમાં યુવાનોના પ્રશ્નો તેમની આશા અને અપેક્ષાને જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં હું ખેડૂતો અને શ્રમિકોના પ્રશ્નોને જાણવાનો પ્રયાસ કરીશ જયારે શહેરી વિસ્તારોમાં સુવિધા અને બેરોજગારી જેવા મુદ્દાઓને ઉઠાવીશ.