ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના તમામ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ(Hardik Patel) ભાજપ(BJP)માં જોડાઈ જશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને આ અટકળોનો ટૂંક જ સમયમાં અંત આવશે. હાર્દિક પટેલ આગામી 2 જૂનના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil)ની હાજરીમાં કેસરિયો ધારણ કરશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે.
17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યુ:
17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. હાર્દિક પટેલે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસમાં જોડાયા હતા.
કોંગ્રેસ પર ભડાસકાઢીને હાર્દિક પટેલે જાણો શું કહ્યું હતું?
હાર્દિક પટેલે કહ્યું હતું કે, મને કોંગ્રેસમાં બે વર્ષથી કાર્યકારી તરીકે કોઈ જવાબદારી આપવામાં આવી નથી. હું ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. ઈમાનદારીથી લોકો માટે પ્રચાર કર્યો. કોંગ્રેસમાં સૌથી મોટો જાતિવાદ રાજકારણ છે. અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે. કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને બહાર ફેંકી દેવાની નીતિ અપનાવે છે. નરહરિ અમીન, ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. સત્ય બોલવા બદલ કોંગ્રેસમાં કેટલાક લોકો બદનામ કરવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, 2050 સુધી ગુજરાતમાં કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી. રામ મંદિર માટે ઈંટો મોકલવા, NRC-CAAને આવકારવા, મંદિરોને મસ્જિદોમાંથી બહાર કાઢવા જેવા ભાજપના મુદ્દા પણ ઉઠાવ્યા છે.ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ, કોંગ્રેસમાં તેમને સહન કરવું પડે છે. જો તમે કોંગ્રેસમાં સાચું બોલશો તો મોટા નેતાઓ તમને બદનામ કરશે અને આ તેમની વ્યૂહરચના છે. હાર્દિક માત્ર ગુજરાતમાં કોંગ્રેસથી નારાજ નથી. ગુજરાતમાં એવા ઘણા નેતાઓ અને ધારાસભ્યો છે જેઓ માત્ર કોંગ્રેસનો ઉપયોગ કરે છે. સત્તામાં બેસીને પક્ષના વખાણ કરવાનો મતલબ એવો નથી કે બે ટકાની વસ્તી ધરાવતા સમાજના મુખ્યમંત્રી બની શકે.3 3 વર્ષથી 7 થી 8 લોકો કોંગ્રેસ ચલાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.