રવિવારે કોંગ્રેસના ચાર ધારાસભ્યો પોતાના પદ પરથી રાજીનામા આપી દીધાં અને સોમવારે સવારે મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દેતાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે. આ ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો છે.આ દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાની જ પાર્ટી કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે.
હાર્દિક પટેલે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, અંદરોઅંદર જૂથવાદના કારણે પાર્ટી તૂટી રહી છે. હાર્દિક પટેલનું કહેવું છે કે, અંદરોઅંદર જૂથવાદ અને BJPની લાલચ આપવાની નીતિના કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. તેમણે વધુમાં કહ્યું, કોંગ્રેસના નેતાઓએ પોતાની અલગ રણનીતિ તૈયાર કરવી જોઈએ. હાર્દિક પટેલે કહ્યું, કોંગ્રેસે પાતોની રણનીતિ કંઈક એવી રીતે બનાવવી પડશે કે જેથી નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે વિશ્વાસ ટકી રહે.
મળતી માહિતી પરમને, શું આ જૂથવાદના કારણે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, મેં 2015થી BJPના વિરોધમાં અભિયાન શરૂ કર્યું હતું. આજે પણ મારો મુદ્દો ખેડૂતો અને બેરોજગારી જ છે. મેં મારા આ મુદ્દાઓ પર કોંગ્રેસને પસંદ કરી હતી, અમે કોંગ્રેસને સુધારવાનું કામ કરીશું, પાર્ટી બદલવી સંભવ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.