પાટીદાર અનામત આંદોલન કારી અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલએ જેલમુક્તિ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યા બાદ હવે વહન વ્યવહાર મંત્રી આર. સી ફળદુ ને પત્ર લખીને ગુજરાતીઓ ને થતી હેરાનગતિ અને પોલીસ સાથેના ઘર્ષણ ને કેમ ઓછુ કરી શકાય તે બાબતે સલાહ આપતો પત્ર લખ્યો છે. જેમાં ઓરીસ્સા હાઈકોર્ટનો તાજેતરનો આદેશ ટાંકીને લોક ડાઉન દરમિયાન લોકોના વાહન જપ્ત નહી કરવા તેમજ દંડ લીધા વગર વાહનો છોડવા બાબતની વાતો કરવામાં આવી છે. હાર્દિક પટેલ પોતાના પત્રમાં લખે છે કે,
લોકડાઉન દરમ્યાન જીવનજરૂરી ચીજવસ્તુ ખરીદવા માટે બહાર નીકળતા લોકોના વાહન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઓડિશા હાઈકોર્ટના આદેશમાં જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી નજીકમાં જીવન જરૂરી ચીજ વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં ન આવે ત્યાં સુધી આવી રીતે વાહનો જપ્ત કરવા તે અયોગ્ય છે.
બિનજરૂરી રીતે વાહનો જપ્ત થવાથી લોકોમાં મુશ્કેલી વધી શકે છે તેમજ લોકો અને પોલીસ વચ્ચે ખોટું ઘર્ષણ વધી શકે છે. જપ્ત થયેલ વાહન છોડાવવા માટે લોકોને આવા કપરા સમયમાં મોટો દંડ પણ ભરવાનો હોવાથી આર્થિક મુશ્કેલીઓ વધે તેવી પુરી શકયતા છે.
કોઈ વ્યક્તિ વ્યાજબી કારણોસર વાહન લઈને ઘરની બહાર નીકળ્યો છે કે નહિ તેની વ્યવસ્થા કરવા માટે સોસાયટી/એપાર્ટમેન્ટના પ્રમુખને લેખિત ચિઠ્ઠી કરી આપવાની માર્ગદર્શિકા જાહેર કરી શકાય તેમ છે.
સોસાયટી/એપાર્ટમેન્ટના પ્રમુખ નાની કાપલીમાં સોસાયટીનો સિક્કો અને તારીખ અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કાપલી માન્ય ગણાશે તેવું વધુમાં વધુ એક કલાકનું લખાણ કરી આપવાથી પોલીસને પણ ખોટી રીતે બહાર નીકળતા લોકોને પકડવામાં સરળતા થશે.
આમ, જો લોકોને જીવનજરૂરી ચીજવસ્તુ લેવામાં પણ હેરાનગતિ કરવામાં આવશે તો અસરકારક લોકડાઉન કરી શકાશે નહીં માટે મારી વિનંતી છે કે, અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લોકોના વાહનો જપ્ત કરવામાં ન આવે તેમજ જે વાહનો જપ્ત કર્યા છે તેમાં દંડ વસુલ કરવાના બદલે ફક્ત લેખિત બાંહેધરી લઈને છોડી મુકવામાં આવે.
આ પહેલા પણ હાર્દિક પટેલ દ્વારા પોતાના જુના સાથીદારો દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચાલી રહેલા રાહતકાર્ય ની ટીમ જાહેર કરી હતી અને ભૂખ્યાને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news