ધંધુકા કિશન ભરવાડ મર્ડર કેસમાં મૃતકના પરિવારને મળવા પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી- આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધુકા(Dhandhuka) શહેરમાં માલધારી(Maldhari) સમાજના યુવકની હત્યાના કેસમાં પોલીસે બે શકમંદોની ધરપકડ કરી છે. ત્યારે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) મૃતક યુવકના સ્વજનોને મળવા પહોંચ્યા છે. તેમણે સ્વર્ગસ્થ કિશન ભરવાડ(Kishan Bharwad)ને શ્રદ્ધાંજલિ આપી હતી. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા(Kirit Singh Rana) પણ ચચાણા પહોંચ્યા છે. હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે વાતચીત કરી હતી. હાલમાં પૂર્વ સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા અને VHPના ગુજરાત પ્રમુખ રણછોડ ભરવાડ પણ પહોંચી ગયા છે.

આ ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા છે. બોટાદ અને રાણપુર ખાતે બંધની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કર્યો છે. હાલ રાણપુરમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
મૃતકના પરિવારને સાંત્વના આપતા કહ્યું કે અમે તમારી સાથે જ છીએ. કિશનના હત્યારા ઝડપાઈ ગયા છે. માત્ર હત્યારા જ નહીં પરંતુ તેની પાછળની તમામ શક્તિઓને લગાડી દેવામાં આવી છે. અલગ-અલગ એંગલથી જેટલા પણ સંડોવાયેલા છે તેની ધરપકડ કરવામાં આવી રહી છે. કિશનની હત્યા કોઈ સામાન્ય હત્યા નથી. છેલ્લા બે દિવસથી અમારો હેતુ છે કે તમામ નેતાઓ આ ઘટનાના તળિયે જઈને તેની પાછળના તમામ કારણો શોધી કાઢે. ભવિષ્યમાં અમે એક એવો દાખલો બેસાડશું જે કોઈ યુવાન સામે આંખો ઉંચી કરીને જોઈ ન શકે. હું અંગત રીતે આ કેસનું નિરીક્ષણ કરી રહ્યો છું.

માલધારી સમાજના યુવકની હત્યાના કેસમાં પોલીસે બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી હતી. તેમણે કહ્યું હતું કે, “હું તેના પરિવારને ખાતરી આપું છું કે તેઓને જલ્દી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ અવિરતપણે કામ કરી રહી છે,”

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હત્યાના વિરોધમાં ગઈકાલે ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના કારણે આજે સવારથી ધંધા-રોજગાર બંધ છે. સવારથી તમામ દુકાનો બંધ છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લાની એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકાના પીઆઈ સીબી ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની બદલીની જગ્યાએ સાણંદના પીઆઈ આર.જી.ખાંટને ધંધુકામાં કરવામાં આવી હતી.

ઘટનામાં સૌથી મોટો ખુલાસો:
ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં સૌથી મોટો વળાંક સામે આવ્યો છે. કિશન બોળિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યા હતા અને ષડયંત્રના ભાગરૂપે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને આ ઘટનામાં વધુ ધરપકડ પણ થઇ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસમાં બાઇક અને વેપન વાપરવામાં આવ્યા હતા આ અંગે અમદાવાદની ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગામી સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.

મૃતક યુવકના નામે પ્રતિમા બનાવવાની માંગ:
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ પ્રમુખ સહિત અનેક આગેવાનો મૃતકોના પરિવારજનોને મળવા ધંધુકા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી. મૃતક યુવાન કિશને સમાજ માટે નહીં પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન વ્યર્થ ન જાય તે માટે યુવાન અમર રહે તેવી માંગણી કરવામાં આવી છે. ધંધુકામાં કિશનના નામે રોડ બનાવવામાં આવે અને તેમની પ્રતિમા બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

અજાણ્યા હુમલાખોરોએ કિશનની હત્યા કરી:
સમગ્ર ઘટનાની વાત કરીએ તો મંગળવારની મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જૂના મકાન નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા લોકોએ આવીને ગોળીબાર કર્યો હતો જેમાં કિશનને ગોળી વાગતા હોસ્પિટલમાં મોત થયું હતું. આ બનાવથી માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ આગેવાનો અને પોલીસની સમજાવટથી મૃતદેહ સ્વીકારવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *