જાણો કોણ છે આ નવ મહિલા, જેમણે ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન સમગ્ર વિશ્વને મહિલા શક્તિની ઝલક બતાવી

ભારતે હાલ 2022માં 73મો ગણતંત્ર દિવસ ઉજવ્યો(Celebrated Republic Day) છે.  ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હી(women)ના રાજપથ પર ભવ્ય પરેડ(Parade) જોવા મળી હતી. અહીં અમે તે 9 ભારતીય મહિલાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા શક્તિની વાસ્તવિક ઝલક દેખાડી અને સમગ્ર દેશને ગૌરવની ક્ષણો આપી હતી.

ફ્લાઇટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહ:
બનારસની દીકરી શિવાંગી સિંહ ગણતંત્ર દિવસની પરેડમાં રાફેલ સાથે જોવા મળી હતી. જેમાં રાફેલ ફાઈટર જેટ ઉડાવનાર તે ભારતની એકમાત્ર મહિલા પાઈલટ છે.

લેફ્ટનન્ટ મનીષા બોહરા:
લેફ્ટનન્ટ મનીષા બોહરાએ 73મા પ્રજાસત્તાક દિવસના અવસરે તમામ પુરુષ ટુકડીનું નેતૃત્વ કર્યું. તેમજ તે ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના ખુના બોરા ગામની છે.

લેફ્ટનન્ટ કમાન્ડર આંચલ શર્મા:
લેફ્ટનન્ટ કમાન્ડર આંચલ શર્મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય નૌકાદળની ટુકડીનું નેતૃત્વ કરતી જોવા મળી હતી. 4 વર્ષમાં એક મહિલા કમાન્ડરને આ જવાબદારી મળી.

BSF ટીમ ‘સીમા ભવાની’
73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર BSFની ટીમ ‘સીમા ભવાની’એ શાનદાર પ્રદર્શન કર્યું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખુબ જ છવાયો હતો.

કેપ્ટન તાનિયા શેરગિલ:
26 જાન્યુઆરી, 2020 એ બીજો ઐતિહાસિક દિવસ હતો કારણ કે કેપ્ટન તાનિયા શેરગિલ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે પ્રથમ મહિલા પરેડ એડજ્યુટન્ટ બની હતી.

મેજર ખુશ્બુ:
મેજર ખુશ્બૂએ 2019 માં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન આસામ રાઇફલ્સની તમામ મહિલા ટુકડીનું નેતૃત્વ કર્યું અને સમગ્ર ભારતને ગૌરવની ક્ષણો આપી હતી.

ફ્લાઇટ લેફ્ટનન્ટ ભાવના કંથ:
ફ્લાઇટ લેફ્ટનન્ટ ભાવના કંથ 2021 પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા મળી હતી. એરફોર્સની ટુકડીનો ભાગ બનનાર તે પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ છે.

ફ્લાઇટ લેફ્ટનન્ટ સ્વાતિ રાઠોડ:
ફ્લાઇટ લેફ્ટનન્ટ સ્વાતિ રાઠોડે ગયા વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ફ્લાયપાસ્ટનું નેતૃત્વ કર્યું હતું, જે આવું કરનારી પ્રથમ મહિલા પાઇલટ બની હતી.

સીઆરપીએફ મહિલા ટુકડી:
2016ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં, CRPFની એક મહિલા ટુકડી, જેમાં 120 મહિલાઓનો સમાવેશ થતો હતો, તેમની મોટરસાઇકલ સવારી કૌશલ્ય પ્રદર્શિત કરતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *