સુરત(Surat): શહેરના વેસુ(Vesu) વિસ્તારમાં આવેલ સુમન આવાસ(Suman Awas)માં લોકો અવાર નવાર કચરો નાખીને અને પાન-માવા ખાઈને પિચકારી મારીને ગંદકી કરી રહ્યા છે. ત્યારે આ ગંદકીથી કંટાળીને આવાસના લોકોએ આ અંગે રાજ્યના ગૃહમંત્રીને ફરિયાદ કરતા હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ પોતાના જ અંદાજમાં મહિલાઓને આશ્વાશન આપ્યું.
સુમન આવાસમાં માવાની પિચકારીઓ અંગે મહિલાઓએ હર્ષ સંઘવીને ફરિયાદ કરતા કહ્યું કે, અહિયાં લોકો કચરો નાખે છે અને પાન-માવા ખાઈને પિચકારીઓ મારીને આવાસની સુંદરતાને બગાડી રહ્યા છે. ત્યારે તેની ફરિયાદને ધ્યાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને આશ્વાશન આપતા કહ્યું હતું કે, હાથમાં લાકડી લઈને બેસો કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં.
વધુમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જો કોઈ ગંદકી કરે અને તમે તેને ના કહો ગંદકી કરવાની અને કોઈ તમને હેરાન કરે તો પોલીસ ફરિયાદ કરો. સાથે આવાસમાં ગાર્ડન ની જગ્યાએ લોકો વાહનો પાર્ક કરાતા પણ હર્ષ સંઘવી વિફર્યા હતા અને ગાર્ડનને વ્યવસ્થિત બનાવવા માટે લાખ રૂપિયાની તાત્કાલિક ગ્રાન્ડ આપી છે.
વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, તમે આ લોકો મસાલાની પિચકારી દીવાલ પર મારો છો, તો તમને લોકોને શરમ આવવી જોઈએ. લીફ્ટમાં થુંકો, કઈ શરમ તો આવવી જોઈએ કે નહિ તમને… સરકારે બનાવ્યું સાચી વાત છે, પરંતુ હવે આ ઘર સરકારનું નથી કે, આવી રીતે થુંકો છો. હવે આ ઘર તમારું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.