આજે રાજ્યના ગૃહરાજ્ય Harsh Sanghavi અચાનક રાજકોટ બસ સ્ટેશનની મુલાકાતે ગયા હતા. જયારે ગૃહરાજ્ય મંત્રી Harsh Sanghavi બસ સ્ટેશન પહોચ્યા ત્યારે બધા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ અને દર્શિતા શાહ પણ હર્ષ સંઘવી (Harsh Sanghavi) સાથે હાજર રહ્યા હતા. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના બસ સ્ટેશન પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. બસ સ્ટેશનની કન્ટીન, બસ સ્ટેશનમાં હાજર બસ અને બાથરૂમની પણ મુલાકાત હર્ષ સંઘવીએ દેઅરા કરવામાં આવી હતી.
Harsh Sanghavi એ અચાનક બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને તેથી સ્ટેશનના કર્મચારીઓમાં ચોળતા થયા હતા. અને ત્યાં પહોચીને હર્ષ સંઘવીએ બસ સ્ટેશન અને બસની સફાઈ માટે પણ સૂચનો આપી હતી. અને સાથે સાથે બાથરૂમમાં પણ સ્વચ્છતા રાખવાનું કહ્યું હતું. ત્યાં પહોચીને હર્ષ સંઘવીએ મુસાફરોની સુવિધાઓ અને તેમને પડતી અગવડતા જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો. સાથે સાથે તેમને એસટી વિભાગના કર્મચારીઓ સાથે પણ વાત કરી કરી હતી.
ત્યાર બાદ કેન્ટીનની મુલાકાત લીધી અને ત્યાની ચા પીધી અને થોડા ટીમે માટે ત્યાં બેઠા હતા. આ સમયે તેમની સાથે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ અને દર્શિતા શાહ પણ જોવા મળ્યા હતા. મુલાકાત દરમિયાન એસટી બસની સ્વચ્છતા અને સમય બાબતે સૂચનો આપવામાં આવી છે.
બસ સ્ટેશનના સ્ટાફને બસ સ્ટેશનની સ્વચ્છતા અને જાળવણી માટે સૂચન આપવામાં આવ્યું હતું. સાથે જ હાજર એસટી કર્મચારીઓ સાથે પણ ધીમેથી વાતો કરી તેમની સ્થિતી અંગે પણ જાણ લીધી હતી. ગૃહમંત્રી Harsh Sanghavi ની અચાનક મુલાકાત અને લોકો સાથે વાત કરવાથી લોકને પણ તેમની દરકાર લેવાતી હોવાનો અનુભવ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.