પોલીસ પર કાર ચઢાવવાનો મામલો: ધરપકડ કરાયેલા યુવરાજસિંહ અંગે ગૃહમંત્રીએ મૌન તોડ્યું, જાણો શું નિવેદન આવ્યું સામે

ગુજરાત(Gujarat): યુવરાજસિંહ(Yuvraj Singh Jadeja)ની ધરપકડ થયા પછી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ મૌન તોડ્યું છે અને જણાવ્યું હતું કે, યુવરાજ સિંહ દ્વારા આપવામાં આવેલી અરજી મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કાયદો કાયદાનું કામ કરશે. યુવરાજની ધરપકડમાં કોઈ વધારાની કલમો લગાડવામાં આવી નથી. યુવરાજસિંહ જે પણ મુદ્દા લઈને આવ્યા છે એના પર સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે.

કોઇ પણ ઉમેદવાર ખોટી અફવાઓથી કે માહિતીથી ભરમાશો નહિ- હર્ષ સંઘવી
આ સાથે હર્ષ સંઘવીએ લોકરક્ષક પરીક્ષાને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે તમામ ઉમેદવારોને પરીક્ષાને લઈને શુભેચ્છા પાઠવી છે અને કોઈ પણ જાતની અફવામાં ન આવવા માટે અપીલ કરી છે. પરીક્ષા માટે સરકાર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે તેવું ગૃહમંત્રીએ જણાવ્યું હતું.

યુવરાજસિંહની ધરપકડનો મામલો:
અત્રે ઉલ્લેખનીય છે કે, 7મી એપ્રિલે યુવરાજસિંહ આંદોલનકારીઓને મળવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોચ્યા હતા. આ આંદોલન વિદ્યાસહાયકમાં ભરતી કરવા માટેની માગણી માટે શરુ કરવામાં આવ્યું હતું.

આંદોલન શરૂ કરનારા ઉમેદવારોએ ગઇકાલે વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાઓ સહિતના આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરીને ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. અહી યુવરાજસિંહ તેઓને મળવા આવ્યા હતા. આંદોલનકારીઓ સાથે વાતચીત બાદ યુવરાજસિંહ પરત ફરતા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપમાં યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *