‘મને નફરત કરો પણ ભગવાનનું અપમાન ન કરો’- રામાયણ અને મહાભારતને અનુલક્ષીને કેજરીવાલે જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) કાલે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ દાહોદ(Dahod)માં વિશાળ જાહેર સભાને સંબોધીત કરી. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ વડોદરા(Vadodara)માં તિરંગા યાત્રામાં ભાગ લીધો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ વડોદરામાં રાત્રી રોકાણ કર્યું હતું. બીજે દિવસે 9 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા એરપોર્ટથી નીકળી સુરત એરપોર્ટ(Surat Airport) થઇને વલસાડ પહોંચ્યા.

વલસાડના ધરમપુરમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ વનરાજ કોલેજમાં વિશાળ સભાને સંબોધિત કરી હતી. સભા બાદ સુરતના કડોદરા ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભામાં ભાગ લેવા રવાના થયા અને ત્યાર બાદ સુરત એરપોર્ટ પર પહોચ્યા હતા. સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા કહ્યું કે, ગઈકાલે જ્યારે હું અહીં આવ્યો ત્યારે મેં જોયું કે તેમણે ચારે બાજું મારા વિરુદ્ધ પોસ્ટર અને મોટા-મોટા હોર્ડિંગ્સ લગાવેલા છે. તે પોસ્ટરમાં આ લોકોએ એક બાજુ મારો ફોટો લગાવ્યો હતો અને બીજી બાજુ ભગવાન વિશે ખૂબ જ ગંદી અને અપમાનજનક વાતો લખી હતી. આ રીતે ભગવાન વિરુદ્ધ આવું લખવું ગુજરાતના લોકોને ગમતું નથી. આપણા પુરાણો, રામાયણ અને મહાભારતમાં લખ્યું છે કે, જ્યારે ઋષિમુનિઓ તપસ્યા કરતા હતા ત્યારે રાક્ષસો આવીને તેમની તપસ્યા ભંગ કરતા હતા.

વધુમાં કહ્યું હતું કે, મારે આ રાક્ષસો ભગવાનનું અને ભક્તોનું અપમાન કરતા હતા. જે લોકોએ ચારેબાજુ પોસ્ટર લગાવ્યા છે હું કહેવા માંગુ છું કે, જો તમે મને નફરત કરતા હો તો કૃપા કરીને મારું ખરાબ કરો પરંતુ ભગવાનને કંઈ પણ ન કહો. એટલા માટે જ મેં કહ્યું છે કે, આ લોકો રાક્ષસોનાં અને કંસના સંતાનો છે. જ્યારે હું નાનું બાળક હતો ત્યારે મારા દાદી મને પ્રેમથી કૃષ્ણ લલ્લા કહેતા હતા કારણ કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. તેથી હું આ લોકોને કહેવા માંગુ છું કે ભગવાને મને એક કામ માટે મોકલ્યો છે, મારે આ રાક્ષસોનો નાશ કરવો છે અને જનતાને આ લોકોથી બચાવવી છે. આ જે પણ લોકો છે જે ભગવાનનું અપમાન કરે છે, તેમની મારપીટ અને ગુંડાગીરીથી જનતાને બચાવવાનાં છે. અમે જનતા સાથે મળીને ભગવાનનું કામ કરીશું. જે લોકો ભગવાન વિરુદ્ધ અપમાનજનક વાતો લખી રહ્યા છે, તે લોકો ગંદી રાજનીતિ કરી રહ્યા છે અને ભગવાનને રાજકારણમાં ખેંચી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *