‘માં’ ને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, ધરતી પર ભગવાન બધી જગ્યાએ સમયસર પહોંચી શક્તા નથી એ માટે ‘માં’ને બનાવી દીધી હતી, હંમેશા એ જોવામાં આવ્યું છે કે, જયારે પણ બાળક પર આફત આવી પડે છે ત્યારે માં એની રક્ષા કરવાં માટે બધું જ કરી છૂટે છે. માણસ તો માણસ, પ્રાણીઓમાં પણ ‘માં’ની મમતા ઓછી હોતી નથી. એવી જ એક હાથણીની મમતાથી ભરેલ કહાની હાલમાં સોસીયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહી છે.
બચ્ચાને બચાવવા 11 કલાક સુધી માટી ખોદતી રહી હાથણી:
ખાસ કરીને તો સોસીયલ મીડિયામાં હાલના દિવસોમાં એક હાથણીની ઈમોશનલ સ્ટોરી ખુબ શેર કરવામાં આવી રહી છે. જેમાં એક હાથણી ખાડામાં પડેલ પોતાના બચ્ચાને બચાવવા માટે સતત 11 કલાક સુધી માટી ખોદતી જોવા મળી રહી હતી.
એવું જણાવવામાં આવ્યું છે કે, એ હાથણી આગલા દિવસે પોતાના બચ્ચાની સાથે જંગલમાંથી પસાર થઇ રહી હતી ત્યારે એ બચ્ચું ત્યાં બનેલ એક ઊંડા ખાડામાં પડી ગયું હતું. ખાડો ખુબ ઊંડો હતો તથા હાથીના બચ્ચાની લંબાઈ ખુબ ઓછી હતી. જેને લીધે એ ખાડાને પાર કરી શકવા માટે અસમર્થ હતું પણ એને બહાર કાઢવા માટે હાથણીએ ખુબ સંઘર્ષ કર્યો. એવું પણ જણાવવામાં આવ્યું છે કે, તેણે અટક્યા વિના સતત કુલ 11 કલાક સુધી ખાડો ખોદ્યો.
સવારમાં હાથણીની બુમો સાંભળી ગામલોકો આવ્યાં :
ખરેખર રાતના સમયે પોતાના બચ્ચાની સાથે જંગલ પાર કરતી એક હાથણી એ સમયે દુ:ખી થઇ ગઈ હતી. જયારે એનું નાનું એવું બચ્ચું રોડ પર બનેલ એક ખાડામાં પડી ગયું હતું. તે માં એ પોતાના બચ્ચાને બહાર કાઢવા માટે ખુબ સંઘર્ષ કર્યો તથા સતત અટક્યા વિના એણે સતત કુલ 11 કલાક સુધી ખાડો ખોદ્યો પરંતુ એ પોતાના બચ્ચાને કાઢી શકવામાં સફળ ન થઇ શકી પરંતુ એણે હાર ન માની તેમજ બુમો પાડવા લાગી હતી.
એની બુમો સાંભળીને સવાર થતાં જ આજુબાજુના લોકો આવી ગયા હતા. પહેલા તો સમજી જ ન શક્યા કે, હાથણી રડી કેમ રહી છે? પરંતુ જયારે અમુક ગામલોકો હિંમત કરીને એની નજીક ગયા તો તેમણે જોયું કે, માં પોતાના બચ્ચાને ખાડા માંથી કાઢવા માટે રડી રહી છે. માનું દુ:ખ જોઈને ગામલોકો પણ ભાવુક થઇ ગયા હતા.
હાથણીને ફોસલાવી બચ્ચાને બહાર કાઢ્યું :
ખાસ કરીને તો હાથણી પોતાના બચ્ચાની ઉપર વધારે માટી નાખતી જઈ રહી હતી. જેને લીધે બચ્ચું ખુબ ઊંડું ફસાઈ ગયું હતું. ગામલોકોએ પરીસ્થિતિ સમજી ગયા તેમજ હાથીના બચ્ચાને બહાર કાઢવા માટે આયોજન કર્યું. એમણે સૌથી પહેલા હાથણીનું ધ્યાન ભટકાવ્યું. એના માટે તેઓ થોડા કેળા એની પાસે લઇ ગયા.
રાત આખીથી બેહાલ થઇ ગયેલ હાથણી જયારે કેળા જોયા તો એને મેળવવા માટે તે એ જગ્યાએથી દુર ગઇ તો એ ગામલોકોએ બચ્ચાને બહાર કાઢવા માટે પ્રયત્ન શરુ કર્યો. થોડી મુશ્કેલીથી એને કાઢવામાં સફળતા મળી. બચ્ચાને ખાડામાંથી બહાર જોઈને હાથણી ખુબ ખુશ થઇ ગઈ અને એને લઇ જંગલમાં જતી રહી હતીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle