હાથરસમાં કોઈ યુવતી સાથે દુષ્કર્મ થયું જ નથી, પોલીસ તંત્રનું ચોંકાવનારૂ નિવેદન

ઉત્તર પ્રદેશ રાજ્યનાં હાથરસ ગેંગરેપની બાબતે આખા ભારત દેશમાં અલગ અલગ પ્રદર્શનો થઈ રહ્યા છે. આમાં, અલીગઢની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ હોસ્પિટલનો મેડિકો-લીગલ એક્ઝામિનેશન રિપોર્ટ…

ઉત્તર પ્રદેશ રાજ્યનાં હાથરસ ગેંગરેપની બાબતે આખા ભારત દેશમાં અલગ અલગ પ્રદર્શનો થઈ રહ્યા છે. આમાં, અલીગઢની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ હોસ્પિટલનો મેડિકો-લીગલ એક્ઝામિનેશન રિપોર્ટ સામે આવ્યો છે.આ મેડિકલ રિપોર્ટ ઉત્તર પ્રદેશ રાજ્યના પોલીસનાં દાવાને નકારી કાઢે છે, જેમાં UP પોલીસ હાથરસ પીડિતા સાથે બળાત્કાર કે સામૂહિક દુષ્કર્મનું કોઈ સાબિતી મળી નથી. અલીગઢ હોસ્પિટલનાં મેડિકલ રિપોર્ટ મુજબ, પીડિતા સાથે ‘બળપ્રયોગ’ કરવામાં આવ્યો હતો. પીડિતા પર 14 સપ્ટેમ્બરનાં રોજ ચાર વ્યક્તિ દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

હાથરસ પીડિતનાં MLC રિપોર્ટમાં ડોક્ટરે શું કહ્યું?
હાથરસ પીડિતને અગાઉ અલીગની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ જ હોસ્પિટલનાં મેડિકો-લીગલ પરીક્ષણ અહેવાલમાં જણાવ્યા અનુસાર ડોક્ટરોએ બાળકી વિશે માહિતી આપ્યા બાદ ‘યોનિમાર્ગમાં પ્રવેશ’ વિશે લખ્યું હતું. એટલે કે છોકરી સાથે બળપ્રયોગ કર્યો હતો. ઉપરાંત ડોકટરોએ એમ પણ કહ્યું છે કે, અમને વીર્યનાં નમૂના મળ્યા નથી. પણ ડોકટરો દ્વારા તેની પ્રાથમિક તપાસમાં બળપ્રયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ડોકટરોએ હજુ સુધી તેને પોતાનો અંતિમ અહેવાલ જણાવ્યો નથી. ઉપરાંત ડોક્ટરોએ એ પણ કહ્યું છે કે, જાતીય સંભોગ બાબતે અંતિમ અભિપ્રાય FSL રિપોર્ટ બાદ જ આપવામાં આવશે.

આ છોકરીએ 4 છોકરાઓ ઉપર ગેંગરેપનો આક્ષેપ લગાવ્યો હતો…
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, MLCનાં અહેવાલમાં પાના 23 માં જણાવવામાં આવ્યું છે કે, અમે યોનિમાર્ગની તપાસ પૂર્ણ કરી હતી. આ તપાસમાં બળજબરીની બાબત બહાર આવી હતી. ડોક્ટરો દ્વારા તેમનાં રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, પીડિતા બનાવમાં કે તે બાદ બેહોશ થઈ ગઈ હતી.

ફોરેન્સિક વિભાગનાં સહાયક પ્રોફેસર ડો.ફૈઝ અહમદ દ્વારા સહી કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, યુવતીએ પોતાનાં નિવેદનમાં ચાર છોકરાઓ પર જાતીય સતામણીનો આક્ષેપ લગાવ્યો હતો. પીડિતા દ્વારા નિવેદનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સવારે 9 વાગ્યે જ્યારે પીડિતા તેનાં ખેતરમાં કામ કરતી હતી તે સમયે તેનાં પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

અપરાધીઓએ મારી નાખવાની ધમકી આપી હતી
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, પીડિતા દ્વારા ડોક્ટરોને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, બળાત્કારીઓએ મોં ખોલ્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, યુવતીએ સંદીપ, રામુ, લવ કુશ તેમજ રવિ નામનાં ચાર લોકો ઉપર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ બાબતોનો ઉલ્લેખ MLCનાં રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

પીડિતાએ તેનાં નિવેદનમાં કહ્યું છે કે, જ્યારે તેના પર આ હિંસા કરવામાં આવી રહી હતી ત્યારે આરોપીઓ દુપટ્ટા વડે તેનું ગળું દબ્વવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પીડિતાને 14 સપ્ટેમ્બરનાં દિવસે અલીગઢની હોસ્પિટલમાં દાખલ કરી હતી. પીડિતાની કરોડરજ્જુ તૂટી ગઈ હતી. પીડિતા દ્વારા તેની સાથે 22 સપ્ટેમ્બરનાં રોજ બનાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 22 સપ્ટેમ્બરનાં દિવસે, હોસ્પિટલે આ કેસ આગ્રાની FSLને આપ્યો હતો.

પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે રેપ નથી કરાયો
1 ઓક્ટોબરનાં રોજ, UPનાં વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રશાંત કુમાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, 19 વર્ષની દલિત યુવતી ઉપર હાથરસમાં બળાત્કાર કરવામાં આવ્યો નથી. અધિકારીએ તેમનાં નિવેદનને સાબિત કરવા જણાવ્યું હતું કે, યુવતીનાં નમૂનામાં વીર્ય મળ્યું નથી. આ કારણે જ આપણે પુષ્ટિ કરી શક્યા નથી કે, પીડિતા ઉપર બળાત્કાર થયો હતો.

પ્રશાંત કુમાર દ્વારા આગ્રાનાં FSL રિપોર્ટ મુજબ જ આ વાત કરી હતી. આગ્રામાં FSL અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પીડિતા ઉપર બળાત્કાર કરવામાં આવ્યો ન હતો. સફદરજંગ હોસ્પિટલનાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર પીડિતાનું મોત મારપીટનાં લીધે થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *