સ્વચ્છ સુરતની ખુલી પોલ, મનપાની હરકતને ઉઘાડી પાડવા કોંગ્રેસના કાર્યકર્તાએ કર્યું એવું કે… – જુઓ વિડીયો

સુરત શહેરે સ્વચ્છતામાં ભારત દેશમાં બીજો ક્રમ મેળવ્યા પછી વિકસીત એવા અઠવા ઝોનનાં પોશ વિસ્તારમાં કચરાનાં ઢગલાને લીધે વિવાદ ઉભો થયો છે. અઠવા ઝોન વિસ્તારની…

સુરત શહેરે સ્વચ્છતામાં ભારત દેશમાં બીજો ક્રમ મેળવ્યા પછી વિકસીત એવા અઠવા ઝોનનાં પોશ વિસ્તારમાં કચરાનાં ઢગલાને લીધે વિવાદ ઉભો થયો છે. અઠવા ઝોન વિસ્તારની શાળા પાસે કચરાનાં ઢગલાંની સફાઈ થતી ન હોવાથી કોંગ્રેસે કચરો ઉપાડી કામગીરી ન કરતાં અઠવા ઝોનની કચેરી સામે નાંખવા જતાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. સફાઈનું કામ કરી વિરોધ પ્રદર્શિત કરતાં કોંગ્રેસનાં કાર્યકરો સામે પોલીસ દ્વારા કામગીરી કરતાં વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.

સુરત શહેર મહાનગરપાલિકાનાં અઠવા ઝોનમાં સોમનાથ મંદિર, ઉમરીગર સ્કુલ તેમજ ગેટવે તાજ હોટલની ગલીમાં છેલ્લા પંદર દિવસથી સફાઈ કરવામાં આવી ન હોવાથી કચરાનાં ઢગલા હોવાની ફરિયાદ કોગ્રેસનાં કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.

સુરત શહેર સ્વચ્છતામાં ભારત દેશમાં બીજો ક્રમ મેળવ્યો છે તેમ છતાં સફાઈની કામગીરી યોગ્ય રીતે થતી નથી તેથી સ્થાનિક કોંગ્રેસનાં કાર્યકરોએ ટ્રેક્ટર લાવીને કચરો ઉચકી ટ્રેકટરમાં ભર્યો. કોંગ્રેસનાં કાર્યકરો આ કચરાને ભરીને અઠવા ઝોનની ઓફિસ લઈ ગયાં હતા તેમજ ઝોન ઓફિસ પર કચરો ઠાલવી મહાનગરપાલિકાની આંખ ઉઘાડવા માટેનો પ્રયત્ન કર્યો હતો.

કોંગ્રેસનાં કાર્યકરો કચરો ભરેલું ટ્રેકટર ઝોન ઓફિસમાં ઠાલવે તે પહેલા જ ત્યાં પોલીસ આવી ગઈ હતી અને કોંગ્રેસનાં કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસનાં કાર્યકરોએ આરોપ કર્યો હતો કે, બે દિવસ અગાઉ ધારાસભ્ય દ્વારા જે વિસ્તારમાં સફાઈ થઈ હતી તે વિસ્તારમાં ખોટો દેખાડો કરીને સફાઈ કરવાનું નાટક કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી કચરો લેવામાં આવતો જ નથી.

શાળા અને લોકોનાં ઘર પાસે કચરાનાં ઢગલાં હોવાથી લોકોનાં સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. મ્યુનિસિપલ તંત્રને અવાર નવાર ફરિયાદ કરી છતાં પણ જાગતું ન હોવાથી મ્યુનિસિપલ તંત્રને જગાડવા માટે અમે લોકો કચરો ઉચકીને ઝોન ઓફિસએ લાવ્યા છીએ. અમે કોઈ પણ કાયદાનો ભંગ નથી કર્યો તેમ છતાં પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. અમારા વિસ્તારમાં કચરો લેવા માટે મ્યુનિસિપલ તંત્ર આવતું નથી પણ અમે કચરો ઉચકી રહ્યાં હતા તો પોલીસ તુરંત જ આવી ગઈ.

સુરત શહેરમાં ભાજપનાં કોર્પોરેટર અને ધારાસભ્ય જાહેરમાં ભીડ એકઠી કરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યાં છે પણ પોલીસ અથવા પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી પણ બીજી બાજુ કોંગ્રેસનાં કાર્યકરોએ કોઈ નિયમનો ભંગ કર્યા વગર મહાનગરપાલિકા સામે કચરો ઉચક્યો તો પોલીસે કોંગ્રેસનાં કાર્યકરો સામે કામગીરી કરતાં વિવાદ ઉભો કર્યો છે.

સુરત શહેરમાં કાયદાનું પાલન કરાવવામાં મ્યુનિસિપલ અને પોલીસનાં કાટલા વિવિધ હોવાની ચર્ચા જોરશોરમાં ચાલુ થઈ ગઈ છે. અત્યારે કોવિડ-19 સંક્રમણ માટે સોશ્યલ ડિસ્ટન્સ એ બહુ જરૂરી છે પણ ભાજપનાં કોર્પોરેટર અને ડ્રેનેજ કમિટિનાં અધ્યક્ષ અમિત રાજપુત COVID-19ની સારવાર પુરી કરી ઘરે ગયાં ત્યારે ભીડ એકઠી કરીને ઢોલ નગારાથી પોતાનું સ્વાગત કરાવ્યું હતું. તે પછી બે દિવસ અગાઉ ભાજપનાં ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા કીટ વિતરણમાં સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમોનો ભંગ કરીને ભીડ એકઠી કરવામાં આવી હતી.

ભાજપનાં ધારાસભ્ય તેમજ કોર્પોરેટરે જાહેરનામા, COVID-19નાં નિયમો તેમજ પોલીસની 144ની કલમનો ભંગ કર્યો છે તેનાં વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયાં હતા તેમ છતાં પોલીસ તેમજ મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી.

બીજી બીજી સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને 144ની કલમનો ભંગ ન થાય તેવી રીતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેને પોલીસ ઉચકી ગઈ છે. આવી ઘટનાને લીધે કાયદો ભાજપનાં કાર્યકરો માટે નથી પણ બીજા લોકો માટે હોવાની ચર્ચા જોરશોરમાં પછી ચાલુ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *