કોસંબા નજીકનાં હથુરણ ગામે તળાવની નજીકની ગૌચરની ખુલ્લી જગ્યામાં કોસંબા પોલીસે બાતમી આધારે રેડ પાડી ૮૦૦ કિલો ગૌમાંસ, ૯ ગાયોનાં કતલ કરેલા ડોકા, કતલમાં ઉપયોગમાં લેવાતી છરીઓ, કુહાડી, સળિયો અને મોહર સાયકલ મળી કુલ રૂ.૪૦,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી સૂત્રધાર યાકુબ ગટ્ટુ સાથેનાં અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ કોસંબા પોલીસ સુરત વિભાગનાં અધિક્ષક પોલીસની સૂચના હેઠળ કતલ કરવાનાં ઈરાદે લઈ જવાતા પશુઓની હેરાફેરી બાબતે સઘન વોચમાં હતી અને હથુરણ ગામની સીમમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન કોસંબા પોલીસનાં પોસઈ પી.એચ.નાયીને બાતમી મળી કે, હથુરણ ગામનાં તળાવ નજીક ખુલ્લી જગ્યામાં નિર્દોષ ગાયોની કતલ થઈ રહી છે.
જંગા ભાઈ રબારી, ભરત ભાઈ ભરવાડ, સુરેશભાઈ પુરોહિત, નેહાબેન પટેલ, ભરત ભાઈ વૈષ્ણવ, જય ભાઈ પટેલ, નરેશ ભાઈ પુરોહિત, સંજય ભાઈ ભરવાડ, દેવેન્દ્ર ભાઈ યાદવ, ભાવેશ ભાઈ ભરવાડ, મહેશ ભાઈ પુરોહિત, દશરથ ભાઈ પ્રજાપતિ, જયદીપ ભાઈ પટેલ, કૈલાશ ભાઈ પુરોહિત, ચિરાગ ભાઈ પૂજારી અને અન્ય ગૌ રક્ષકો નો સહયોગ મળી આવ્યો હતો.
જેથી બાતમીવાળી જગ્યાએ મધ્યરાત્રીનાં કોસંબા પોલીસે ગૌ રક્ષકો સાથે રેડ પાડી તો ખબર પડી કે યાકુબ ગટ્ટુ (રહે.હથુરણ) પોતાની સાથેનાં અન્ય ત્રણેક શખ્સો સાથે ગાયોની કતલ કરીને ગૌમાંસની હેરાફેરી કરનાર હતો સ્થળ પરથી ૯ જેટલી ગાયોનાં ડોકા મળી આવ્યા હતા. સ્થળ ઉપર કોઈ પણ માણસ મળી આવ્યો ન હતો.
સ્થળ ઉપર પડેલા આશરે ૮૦૦ કિલો માંસ, ૧ સફેદ કાળા રંગની જીવતી ગાય, કતલમાં ઉપયોગમાં આવતા સાધનો પૈકી છરી, એક કુહાડી, સળીયો હાથ લાગ્યો હતો. આ ઉપરાંત ગાયોને બાંધવા માટેનું દોરડું અને એક હોન્ડા પેશન મો.સા. (નં.જીજે-૧૬-બીઈ-૯૫૦૧) મળી કુલ રૂપિયા ૪૦,૧૦૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
સ્થળ ઉપરથી મળી આવેલા માસનું પરિક્ષણ કરવા અર્થે એફ.એસ.એલની ટીમ સાથે વેટરનિટી ડોક્ટરે તપાસણી કરતા ગૌમાંસ હોવાનું જણાય આવ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર યાકુબ ગટ્ટુ અને અન્ય ત્રણ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ર૦૧૭ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.