સામી દિવાળી છે અને લેબગ્રોન હીરાને લીધે અસલી હીરામાં મંદી: ડાયમંડ બુર્સના વહીવટકારોએ આપ્યો વિચિત્ર ઉપાય

Recession in Real Diamond News: ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરતનું હીરા ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં મંદીના માહોલને લઇ મોટાભાગના ઉદ્યોગકારો પાસે ઓવરસ્ટોકની સમસ્યા સર્જાઈ રહી છે.અને મંદીમાંથી બહાર નીકળવા ઉદ્યોગકારોએ ઘણા પ્રયાસો કર્યા છે.

જે અંતર્ગત જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના (Recession in Real Diamond News) નેજા હેઠળ સુરત સહિત સમગ્ર દેશની અલગ અલગ હીરાની અગ્રણી સંસ્થાઓ તથા 300થી વધુ ઉદ્યોગકારો વચ્ચે વર્ચ્યુઅલ એક મિટિંગ યોજાઈ હતી. જેમાં બે મહિના એટલે કે 15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી રફ હીરાનું ઈમ્પોર્ટ ન કરવા માટેની અપીલ કરવાની સાથે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે.

વિદેશોમાં ડિમાન્ડ ઘટતા નિકાસમાં મોટો ઘટાડો થયો છે

GJEPC દ્વારા હાલમાં જ દુનિયાની તમામ રફ હીરા માઇનિંગ કંપનીઓને રફ હીરાનો સપ્લાય બે મહિના સુધી બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી. જેને રશિયન માઇનિંગ કંપનીએ સ્વીકારી લીધી હતી. ત્યારપછી હવે અગ્રણી સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે સુરત અને મુંબઇના તમામ અગ્રણી હીરા ઉદ્યોગકારોને તારીખ 15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી રફ હીરાની ખરીદી સ્થગિત કરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિનો હવાલો આપવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે વિદેશોમાં ડિમાન્ડ ઘટતા નિકાસમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. અને ઉદ્યોગકારો પાસે મોટો સ્ટોક થઇ ગયો છે.

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મિટિંગમાં રિવ્યૂ કરાશે

ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે એક મોટો તફાવત આવી ગયો છે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સુરત અને મુંબઇના 300થી વધુ અગ્રણી હીરા ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી. જેમાં મોટાભાગના ઉદ્યોગકારોએ તારીખ 15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી રફ હીરાની ખરીદી સ્થગિત રાખવામાં આવે તેવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારપછી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મિટિંગમાં રિવ્યૂ કરાશે.

વર્ષ 2008માં લેવાયેલા નિર્ણયને ફરી એક વખત અમલમાં લેવાની ફરજ પડી

GJEPCના પૂર્વ રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું છે કે, વર્ષ 2008ની આર્થિક મંદી અને વર્ષ 2020માં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગને યોગ્ય બજાર મળી રહે તે માટે જે તે સમયે GJEPC દ્વારા અલગ અલગ ડાયમંડ અગ્રણી સંસ્થાઓ સાથે મળી વોલેન્ટ્રી તરીકે રફ હીરાનું ઇનપુટ બંધ કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. જે અપીલના કારણે ડાયમંડ ઉદ્યોગને સૌથી મોટો ફાયદો થયો હતો. તેવી જ પરિસ્થિતિ વર્તમાન સમયમાં હાલ જોવા મળી રહી છે. જેને લઇ વર્ષ 2008માં લેવાયેલા નિર્ણયને ફરી એક વખત અમલમાં લેવાની ફરજ પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *