અમદાવાદમાં હાર્ટઅટેકથી વધુ એકનું મોત: બુક બાઇન્ડિગ કરતા દુકાનમાં અચાનક ઢળી પડ્યો યુવક

Young men of heart attack in ahemdabad: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાને કારણે ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ…

Young men of heart attack in ahemdabad: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાને કારણે ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના પછી નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 5 લોકોએ હાર્ટ અટેકથી જિંદગી ગુમાવી તો તો અમદાવાદમાં(Young men of heart attack in ahemdabad) એક દુકાનદારને હાર્ટ અટેક આવતા મોત થયું

અમદાવાદમાં પણ વધુ એક વ્યક્તિ ધબકાર બંધ થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં હાર્ટ એટેકથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 40 વર્ષીય હસમુખ પંચાલ નામના વ્યક્તિ તેમની દુકાનમાં આજે બુક બાઇડિંગનું કામ કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન બેઠા બેઠા જ તેમને અટેક આવતા તેઓ ત્યાં ને ત્યાં ઢળી પડ્યાં હતા. હાર્ટ અટેકથી મોતની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

તો બીજી બાજુ હાર્ટ અટેકના કારણે ગઇકાલે જ ભાવનગરના 17 વર્ષિય વિજય ચૌહાણનું મોત નીપજ્યું હતું. ભાવનગરમાં ફરી એક વખત 17 વર્ષના કિશોરનું ધબકતું હૃદય બંધ થયું છે,વિજય ચૌહાણ નામનો માત્ર 17 વર્ષનો કિશોર રાત્રે 10 વાગ્યે સુઇ ગયો હતો, પરંતુ ઊંઘમાં જ તેમને હાર્ટ અટેક આવી જતાં તે સૂતા પછી જાગી શકાયો નહિ.

તેમને બેભાન અવસ્થામાં જોઇને ભાવનગરના માઢીયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારની હાજરીમાં ટૂંકી સારવાર પછી હાર્ટ અટેકના હુમલા થી આ વિજય ચૌહાણનું અવસાન થયું હતું. યુવાનના અચાનક મોતથી પરિવાર સ્તબ્ધ છે. મોતના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *