સરકારે મોટર સાઇકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરિજિયાત કર્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ખાતે રહેતો એક યુવક સરકારે બનાવેલ ટ્રાફિક નિયમન ના નવા કાયદા ને માંને તો છે પણ યુવાન હેલ્મેટ પહેરવા ની ના કહી રહ્યો છે. યુવક હેલ્મેટ નહી પહેરવાની તેની મજબૂરી બતાવી રહ્યો છે. જાકરી મેમણ જણાવે છે કે મારા માથાની સાઇઝનું હેલ્મેટ કોઈ કંપનીઓએ બનાવ્યું નથી.
જાકીરે જણાવ્યું કે ‘મેં હેલ્મેટ શોધવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ કોઈ પણ કંપનીનું હેલ્મેટ મારા સાઇઝનું મળતું નથી. હવે હું પોલીસને વિનંતી કરીશ તેમ છતાં જો હેલ્મેટ નહીં મળે તો જે દંડ નક્કી કર્યો હશે તે ભરીશ’
બીજી બાજુ ફ્રૂટની નાની દુકાન ચલાવી ગુજરાન ચલાવતાં જાકીર ના પિતા ને ચિંતા છે કે ઘરે થી દુકાને આવતા રસ્તા માં પોલીસ ચોકી આવે છે અને વારંવાર જો દીકરા ને મેમો આપવા માં આવસે તો તેમની આર્થિક સમસ્યા માં વધારો થશે.
આ મામલે ટ્રાફિક પોલીસના એ.એસ.આઈ વસંત રાઠવાએ જણાવ્યું હતું કે ‘ચાલકનું માથું મોટું છે તેમાં પોલીસ કઈ કરી શકે તેમ નથી. સરકાર આ મુદ્દે ચાલક માટે કોઈ જોગવાઈ કરે તે હિતાવહ છે.’ પોલીસ માને છે કે તેમની પાસે તમામ દસ્તાવેજો છે પરંતુ તેમના માપનું હેલ્મેટ મળતું નથી તેથી સરકારે કઈક સમાધાન લાવવું પડશે.
સરકાર ના ટ્રાફિક નિયમનના નવા કાયદાનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક લોકો સહજપણે સ્વીકાર કરી રહ્યા છે ત્યારે કાયદાનો સ્વીકાર કરતાં બોડેલીના યુવાનની મજબૂરીને ધ્યાને લેવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.