હનુમાનજીના દર્શને નીકળેલા યુવકને કન્ટેનરે કચડી નાખ્યો, ઘટના સ્થળે જ તડપી-તડપીને થયું કરુણ મોત

Published on Trishul News at 6:22 PM, Sun, 20 August 2023

Last modified on August 18th, 2023 at 6:26 PM

Youth dies in an accident: સમગ્ર દેશભરમાં ઘણા અકસ્માતની ઘટનાઓ આપણે સાંભળતા હોઈએ છીએ.ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે.ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કન્ટેનર ચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.(Youth dies in an accident) કન્ટેનર ચાલકે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે બાઇક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને અકસ્માતની ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અમુસાર, અકસ્માતની ઘટનામાં કન્ટેનરમાં સવાર કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને તેના મૃતદેહને પરિવારના લોકોમાં સોંપી દેવામાં આવ્યું હતું. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના ભિંડમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા બાઇક સવાર યુવકનું નામ વિકાસ હતું. હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવાનું કહીને વિકાસ પોતાની ઘરેથી નીકળી ગયો હતો.

તે દરમિયાન રસ્તામાં સામેથી આવતા એક ઝડપી કન્ટેનરે વિકાસને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિકાસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દીકરાના મોત ના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

ત્યારપછી પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃત્યુ પામેલા વિકાસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Be the first to comment on "હનુમાનજીના દર્શને નીકળેલા યુવકને કન્ટેનરે કચડી નાખ્યો, ઘટના સ્થળે જ તડપી-તડપીને થયું કરુણ મોત"

Leave a comment

Your email address will not be published.


*