રાજકોટમાં આપઘાત કરનાર યુવકની માતાનું હૈયાફાટ રુદન- કોણ છે સુધા? જેના કારણે કેટલાય યુવાનોની જિંદગી થઇ બરબાદ

ગઈકાલે, રાજકોટ (Rajkot) ના એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત પાછળના કારણમાં રાજકોટની સુધા ધામેલીયાનું નામ સામે આવ્યું હતું. સુધા ધામેલીયા મોટી ડ્રગ્સ…

ગઈકાલે, રાજકોટ (Rajkot) ના એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત પાછળના કારણમાં રાજકોટની સુધા ધામેલીયાનું નામ સામે આવ્યું હતું. સુધા ધામેલીયા મોટી ડ્રગ્સ અને ગાંજા ડીલર છે. આજના યુવાનોને નશાના બંધાણી કરાવી પેડલર તરફ ધકેલતી હતી. સાધુવાસવાણી રોડ પર રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.

હૈયાફાટ રૂદન સાથે આ મૃતકની માતા એ જણાવતાં કહ્યું હતું કે, સુધાના ત્રાસ થી મારા દીકરાએ આ પગલું ભર્યું છે. સાથોસાથ જણાવતા કહ્યું હતું કે, મને વારંવાર સુધા કહેતી કે, ‘મારી ઉપર 51 કેસ કરશો તોય તમારું કાંઈ નહિ ચાલે!’

આવું પહેલીવાર નથી થયું, આજથી ત્રણ મહિના પહેલા એક માતા મીડિયા સમક્ષ આવી હતી. તેનો દીકરો પણ સુધાના કારણે ડ્રગ્સની લતે ચડ્યો હતો. રાજકોટ પોલીસે સુધા ધામેલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. IPC 306 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકના ભાઈનું રૂદન
કિરણ રાઠોડ મૃતકનો ભાઈ છે, તેણે રડતાં રડતાં જણાવ્યું હતું કે, ‘સુધા ધામેલીયાએ મારા ભાઈની હત્યા કરી છે. સુધા વારંવાર મારા ભાઈને ડ્રગ્સ વેચવા માટે દબાણ કરતી હતી.’ વધુમાં કહેતા જણાવ્યું કે, પરમ દિવસે સુધા અને તેના કેટલાક માણસો મારા ભાઈને મારી નાખવા આવ્યા હતા, પરંતુ દરવાજો ન ખુલતા પાછા ગયા હતા. મારો ભાઈ એટલો ગભરાઈ ગયો હતો કે, તેણે ગળેફાંસો ખાધો હતો.’

કોણ છે સુધા?
મળતી માહિતી અનુસાર, રાજકોટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં માદક પદાર્થનું વ્યાપક પ્રમાણમાં વેચાણ કરનાર વ્યક્તિમાં સુધા ધમેલિયાનું નામ મોખરે આવ્યું હતું. એકવાર પકડાઈ ગયા પછી, જામીન પર છૂટી ગઈ હતી. અને બીજી વાર માદક પદાર્થ નો ધંધો શરૂ કરી દીધો હતો. હાલ સવાલો ઉભા થઇ રહ્યા છે કે રાજકોટ પોલીસ સુધા પોલીસને સજા આપી આ પરિવારને ન્યાય અપાવશે કે નહિ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *