મહેસાણા(ગુજરાત): હાલમાં મહેસાણા(Mehsana)નાં કુકસમાં પાકિસ્તાની(Pakistan) હિન્દુ શરણાર્થી પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ગ્રામજનો દ્વારા સહભાગી થઇ ગામની દીકરીની માફક લગ્ન(Marriage) કરાવી, કરિયાવર આપી દીકરીને રંગેચંગે વિદાય આપવામાં આવી હોવાનો પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. કુકસ ગામના ખરાબામાં 4 વર્ષથી પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓના 15 પરીવાર રહે છે. ચેતનભાઈ સુરાભાઈ ઠાકોર(Chetanbhai Surabhai Thakor)ની દીકરી રામબાઈ(Rambai)ના રાધનપુર(Radhanpur)ના સુલતાનપુરા ગામના આંબાભાઈ(Ambabhai) સાથે લગ્ન યોજાયા હતા.
તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાથી પરિવારને તેમની પુત્રીના લગ્ન કરવામાં શરમ આવી હતી. જ્યારે કુકસાના સેંધાભાઈ ચૌધરીને પરિવારની આ પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેમણે ગ્રામજનોને ભેગા કર્યા અને લગ્નની તમામ જવાબદારી પોતાના માથે લીધી.
મળતી માહિતી મુજબ, ગામના ખરાબામાં રહેતા શરણાર્થીઓના ઘર પાસે લગ્ન સમારંભ ગોઠવીને રાધનપુરના સુલતાનપુરાથી આવેલી પાકિસ્તાની હિન્દુ શરણાર્થી પરિવારની જાનનુ સામૈયુ કરી, જમણવાર કરીને લગ્ન સંપન્ન કરીને દિકરી સાથે જાનને વળાવવામાં આવી હતી.
સાસરે જઈ રહેલી રામબાઈના પિતા ચેતનભાઈ ઠાકોર દ્વારા ગ્રામજનોએ કરેલી વ્યવસ્થાથી ગદગદિત થઈને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કુકસના સેંધાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, પાકિસ્તાનથી ભાગીને આવેલો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોવાથી લગ્ન કરવા માટે મૂંઝવણ અનુભવતો હતો. માટે લોકો પાસેથી સહયોગ મેળવી દિકરીને પરણાવી વિદાય આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.