જાહેરમાં જ હેડ કોન્સ્ટેબલ સરકારી ગાડીમાં મનાવી રહ્યો હતો રંગરેલિયા- સ્થાનિકોએ કપડાં ઉતારી ચખાડ્યો મેથીપાક

રાજકોટ(ગુજરાત): રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ(Shaper-Veraval)માંથી પોલીસને ખાખીને કલંકિત કરતો બનાવ સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ(Head Constable) અશ્વિન મકવાણા(Ashwin Makwana) નશાની હાલતમાં ભાન ભૂલી ગયો હતો. પોલીસ વાનમાં એક યુવતી સાથે નાશની હાલતમાં રંગરેલિયા માનવો હતો. તે દરમિયાન સ્થાનિક લોકોએ રંગેહાથે પકડી પડ્યો હતો. અશ્વિન મકવાણાનો રંગરેલિયા કરતો વીડિયો(Video) સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ લોકોએ જાહેરમાં જ અશ્નિન મકવાણાનાં કપડાં ઉતારી તેને મેથીપાક આપીને આખા ગામમાં ફુલેકું કાઢ્યું હતું. આ બનાવ બાદ પોલીસ(Police) બેડામાં ચકચાર મચી જવા પામી છે. હાલ ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, હેડ કોન્સ્ટેબલ કોટડાસાંગાણી તાલુકાનાં શાપર-વેરાવળ ગામથી ઢોલરા રોડ ઉપર નશાની હાલતમાં રંગરેલીયા કરતો પકડાયો હતો. તેથી સ્થાનિક લોકોએ તેને રંગેહાથ પકડી પડ્યો હતો. ત્યારબાદ લોકોએ તેને માર મારનું શરુ કર્યું હતું. ત્યારે પોલીસ સ્ટેશનના PI ત્યાં પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોના મોબાઇલ PIએ કબજે કરી લીધા હતા. તેને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શાપર-વેરાવળ પોલીસે સ્થાનિક લોકો સાથે ગેરવર્તન કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને જયારે રંગેહાથ પકડ્યો ત્યારે તે ઉલટો પટ્ટો ઉતારી લોકોને મારવા માટે તેમની પાછળ દોડ્યો હતો. નશાની હાલતમાં અશ્વિન મકવાણાને બચાવવા સ્થાનિક પોલીસે પણ અનેક પ્રયાસ કરી રહી હતી. જો કે ગ્રામજનોએ અશ્વિન મકવાણાની તમામ હરકતોને પોતાના મોબાઇલમાં રેકોડ કરી લીધી હતી.

રાજકોટ જિલ્લાના પોલીસ વડાએ આ અંગે જણાવ્યું હતું કે, હાલ ફરિયાદ નોંધવાની તપાસ શરુ કરી છે. હાલ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી હશે. આ ઘટના ત્યારે બની હતી જયારે અશ્વિનની નાઈટ ડ્યૂટી હતી અને તેને સેકન્ડ મોબાઈલની ફરજ પર મુકવામાં આવ્યો હતો. લોધિકામાં એક એ.ડી. હોવાથી રાત્રે તે ડ્રાઈવર સાથે ત્યાં ગયો હતો.

શાપર પોલીસ સ્ટેશને સવારે 5 વાગ્યે જીપ પડી હતી. તે દરમિયાન ડ્રાઈવરની ડ્યૂટી પણ સમાપ્ત થવાની હતી. ત્યાં અશ્વિને ડ્રાઈવર પાસેથી જીપની ચાવી માગી હતી અને એકલો જીપ લઈ કોઈને જણાવ્યા વગર જતો રહ્યો હતો. એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, વાહન ફક્ત ડ્રાઈવરને ચલાવવાનું હોય છે અંગત કામો માટે પોલીસ વાનનો ઉપયોગ કરવાની સખત મનાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *