દાળ, કઢી અને ચટણી જેવી વસ્તુઓનો સ્વાદ વધારવા માટે તમે મીઠા લીમડાનો વઘાર તો કરતાં જ હશો. ખાસ કરીને દક્ષિણ ભારતીય વાનગી તો તેના વગર અધૂરી જ લાગે છે. પરંતુ શું તમે ક્યારેય સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે મીઠો લીમડો અથવા તેના જ્યુસનું સેવન કર્યુ છે? હકીકતમાં મીઠો લીમડો એટલે કે કરી પત્તાનો માત્ર સ્વાદ માટે જ ઉપયોગ નથી થતો. પરંતુ મિઠો લીમડો સ્વાસ્થ્યને પણ કેટલીક રીતે ફાયદો પહોંચાડે છે. તેમાં રહેલ આયર્ન, ઝિન્ક, કૉપર, કેલ્શિયમ, વિટામિન ‘એ’ અને ‘બી’, એમીનો એસિડ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફોલિક એસિડ જેવા પોષક તત્વ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.તો ચાલો જાણીએ કે ,મીઠા લીમડાનો જ્યુસ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને આ સ્વાસ્થ્યને શું-શું ફાયદો કરે છે.
મીઠા લીમડાનો જ્યુસ બનાવવા માટે પંદર-વીસ મીઠા લીમડાના પાનને સાફ પાણીથી ધોઇને 1 ગ્લાસ પાણીમાં ઉકાળવા મુકી દો. 5 મિનિટ સુધી ઉકાળ્યા બાદ તેને ગરણીથી ગાળી લો. હવે તેમાં 1 ચમચી મધ અને 1 ચમચી લીંબૂનો રસ મિક્સ કરો અને ઠંડું અથવા ગરમ મરજી મુજબ તેનું સેવન કરો.
બીજી રીતે પણ મીઠા લીમડાનું જયુસ બનવી શકાય છે:
મીઠા લીમડાનું જ્યુસ તૈયાર કરવા માટે પંદર-વીસ મીઠા લીમડાના પાંદડાં ધોઇને સાફ કરી લો. તેને મિક્સર જાળમાં નાંખી 2 ચમચી પાણી નાંખીને ક્રશ કરી લો. જ્યારે આ પણ ક્રશ તૈયાર થઇ જાય ત્યારે તેમાં 1 ગ્લાસ પાણી નાંખીને ફરીથી મિક્સર જળમાં ક્રશ કરો. હવે તેને ગરણીથી ગાળી લો અને તેનું સેવન કરો.
મીઠા લીમડાના જ્યુસનું સેવન કરવાથી એનીમિયાની બીમારી દૂર થાય છે. મીઠા લીમડાના પાનમાં વધુ પ્રમાણમાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે જે એનીમિયાને દૂર કરવામાં મદદ કરે છે.
મીઠા લીમડાનો જ્યુસ શરીરમાંથી ઝેરી તત્વને બહાર કાઢીને બૉડીને ડિટૉક્સ કરવાનું કામ પણ સારી રીતે કરે છે. આ સાથે જ આ શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે.
વજન ઘટાડવા પણ મીઠા લીમડાનો જ્યુસ ઘણું ગુણ કરી છે. જે લોકો જ્યુસ પીવાનું પસંદ નથી કરતા તે લોકો પણ આ પાંદડાંનું સેવન પણ ભોજન સાથે કરી શકે છે. આ જ્યુસ ચરબીને ઘટાડે છે અને તેમાં રહેલા ફાઇબર બૉડીથી ટૉક્સિન બહાર કાઢે છે.
આંખોની રોશની વધારવામાં પણ મીઠા લીમડાનું સેવન ઘણું મદદ કરે છે.મીઠા લીમડામાં રહેલા એન્ટી-ઑક્સીડેન્ટ તેમાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ આ મોતિયા જેવી આંખની બીમારી વહેલા આવવા દેતી નથી.જ્યુસની જગ્યાએ પાંદડાંનું પણ સેવન પણ કરી શકાય છે.
મીઠા લીમડાના જ્યુસનું સેવન કરવાથી પાચનતંત્રને મજબૂતી મળે છે. આ સાથે જ પેટમાં ગેસ, અપચા જેવી સમસ્યાને દૂર થાય છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરીને ડાયાબિટીસના દર્દીને રાહત આપે છે. તેમાં એન્ટી-ડાયાબિટીક એજેન્ટની હાજરી શરીરમાં ઇન્સ્યુલિનની એક્ટિવિટી પર અસર કરે છે અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. આ સાથે જ મીઠા લીમડામાં રહેલ ફાઇબર પણ ડાયાબિટીસ દર્દીને ગુણકારી છે.આ સાથે સાથે મીઠો લીમડો વાળ નો ગ્રોથ વધારવા પણ મદદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.