કહેવાય છે કે, લગ્નની વિધી બાદ પતિ અને પત્નીનો સંબંધ સાત જન્મો સુધીનો જોડાય જાય છે. આવો જ એક કિસ્સો આ કોરોનાના વધતા કેસો દરમિયાન સામે આવ્યો છે જેમાં વડોદરા શહેરમા રહેતા પત્નીના મોતના સમાચાર સાંભળીને કોરોનામાંથી સ્વસ્થ થઈને આવેલા પતિને આઘાત લાગતા 24 કલાકમાં જ તે પણ મોતને ભેટયા હતા.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમા વિરનગર સોસાયટીમાં પરિવાર સાથે 66 વર્ષના મણીભાઈ પૂજાભાઈ સોલંકી રહેતા હતા. જાણવા મળ્યું છે કે, તેઓ જીવનભારતી શાળા પાસે છેલ્લા 35 વર્ષથી ચાની લારી ચલાવતા હતા. થોડા દિવસો અગાઉ મણીભાઈને તથા તેમની પત્ની મંગુબેનને કોરોના થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પીટલમાં દાખલ કર્યા બાદ જ્યાં થોડા દિવસોની સારવાર બાદ મણીભાઈની તબિયતમાં સુધારો આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપીને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની પત્ની મંગુબેનની તબિયત ગંભીર હોવાને કારણે તેમનુ સારવાર દરમિયાન જ મોત થયું હતુ.
બીજી બાજુ મણીભાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમના સગાઓએ મંગુબેનને મોતના સમાચાર મણીભાઈને આપ્યા હતા. વ્હાલસોયી પત્નીના મોતના સમાચાર સાંભળીને મણીભાઈ હતાશ થઈ ગયા હતા. આ દરમિયાન ગુરૂવારે સાંજે ચા પીતા પીતા એકાએક પત્નીની યાદમા તેઓ આઘાતમાં પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ પણ ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યુ હતુ.
જોકે, તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવતા તે પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમની અંતિમ વિધી પણ તેમની પત્ની મંગુબેનની જેમ જ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ કરવામાં આવી હતી. પત્ની મંગુબેનના મોત બાદ 24 કલાકમાં જ તેમના પતિ મણીભાઈનુ પણ મોત નીપજ્યુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.