રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ-એટેકથી મોત, લેઉવા પાટીદાર સમાજમાં શોકનો માહોલ

Trustee of Khodaldham dies of heart attack: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટએટેકના પ્રમાણમાં ચોંકાવનારો વધારો થયો છે. રાજકોટમાં ખોડલધામના 46 વર્ષના ટ્રસ્ટી કલ્પેશ તંતી નું હાર્ટએટેકથી નિધન થતાં લેઉવા પાટીદાર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. રાજકોટના(Trustee of Khodaldham dies of heart attack) નાના મવા રોડ પર રાજ રેસીડેન્સીમાં દીવો કરવા ગયા હતા, 25 મિનિટ સુધી નીચે ન આવતા પરિવાર ત્યાં ગયો ત્યારે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે પછી તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

રાજકોટના નાના મવા રોડ પર શ્રીરાજ રેસિડન્સીમાં 46 વર્ષીય કલ્પેશભાઈ તંતીનો પરિવાર રહે છે. તેઓ તુલસીપત્ર બંગલોમાં રહે છે. ગઈકાલે સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ તેઓ બંગલોના બીજા માળે ભગવાનની સાંજની પૂજા કરવા ગયા હતા. પરંતું લગભગ અડધા કલાક સુધી તેઓ નીચે આવ્યા ન હતા. તેથી પરિવારના લોકોએ તેમને નીચેથી બૂમો પાડી હતી, પરંતુ કોઈ જવાબ આવ્યો ન હતો. તેથી તેમને ઉપર જોવા ગયા, તો કલ્પેશભાઈ જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

18 વર્ષનો પુત્ર અને એક 15 વર્ષની પુત્રી
બનાવ અંગે જાણ થતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. મૃતક કલ્પેશભાઈને સંતાનમાં એક 18 વર્ષનો પુત્ર અને એક 15 વર્ષની પુત્રી છે. તેઓને સડકપીપળીયા પાસે સનનાયકા નામની પોલીમર્સનું કારખાનુ આવેલું છે અને તેઓ મકાનના વ્યવસાય સાથે પણ જોડાયેલા હતા. બનાવથી તંતી પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી છવાઇ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *