ભરૂચમાં LCB એ દેરોલ ચોકડીથી ટ્રાવેલિંગ બેગમાંથી 2 ખાલી મેગ્ઝીન, 2 દેશી પિસ્તોલ, જીવતા કાર્ટિઝ, 3 મોબાઈલ ફોન સાથે હાલ આમોદના ભીમપુરામાં રહેનાર અને મૂળ દિલ્હીનો અને પટનાનો રહેવાસી મહોમદ સીરાજ અંસારીને પકડી પાડ્યો છે.
હાલમાં જ સાયખા જીઆઇડીસીમાં અંગત મામલે બિહારથી પિસ્તોલ લાવીને જ્યૂબીલન્ટ કંપનીના ટેક્નિશયનની હત્યા કરવામાં આવી હતી. ગેરકાયદેસર હથિયારો અન્ય વિસ્તારમાંથી જીલ્લામાં ઘુસાડી ગુનાહિત ઘટનાઓને આપવામાં અઆવતા અંજામ પર નજર રાખવા માટે પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની આદેશથી SOG, LCB અને જીલ્લા પોલીસ સક્રિય જોવા મળી હતી.
દેરોલ ચોકડી ઉપરથી એક આરોપીને LCB ની ટીમને મળેલી બાતમીના આધારે PI જે.એન.ઝાલા, PSI પી.એસ. બરંડા, એ.એસ.ચૌહાણ, વાય.જી. ગઢવી, બાલુભાઈ, ગણપતસિંહની ટીમે ટ્રાવેલબેગમાં રહેલા હથિયારો સાથે પકડી પાડવામાં આવ્યો છે. મોહંમદ સેરાજ અનવર ઉર્ફે સીરાજએ ટેલરિંગ કામ સાથે સંકળાયેલો અને મંજોર આલમ અંસારી હાલ આમોડના ભીમપુરમાં એકતાગ્રીન સોસાયટીમાં રહે છે.
મૂળ સુભાષ માર્કેટ કોટલા મુબારકપુર, મુસ્લિમ રાઘવપુર, દિલ્હી અને પટનામાં રહેતો મોહંમદ અંસારી પટનાથી દેશી બનાવટની 2 પિસ્તોલ, 7.65 MM ના જીવતા 19 કાર્તિઝ, 2 ખાલી મેગજીન અને 3 મોબાઈલ મળી કુલ ₹ 61610 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ આરોપી પોતાના આર્થિક લાભ માટે હથિયાર વેચવા લાવ્યો હોવાનું કહ્યું હતું. જોકે આ આરોપી 2 વર્ષ મલેશિયા સહીત અન્ય કેટલાય જુદા જુદા રાજ્યોમાં વસાવડ કરી ચુક્યો હતો અને હાલમાં LCB દિલ્હી અને પટનામાં હાલ ક્રિમીનલ રેકોર્ડ તપાસી રહી છે. તેમની સાથે આ હથિયારો ક્યાંથી અને કોની પાસેથી ખરીદીને ભરૂચમાં ક્યાં આપવાના હતા અને સિરાજે કરેલી અગાઉની હથિયારોની હેરફેર કરી છે કે નહિ તે અંગેની તપાસ હાલ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.