ગુજરાતના તમામ ભાગોમાં તાપમાન સતત વધી રહ્યું છે. પ્રદુષણ નથી છતાં ગરમી પડતા ગુજરાતીઓ પરેશાન છે. ગઈકાલે ગુજરાતના આઠ શહેરોમાં તાપમાન 42 કે તેથી વધુ ડીગ્રી નોંધાયું હતું.
અમરેલીમાં સૌથી વધુ ૪૩.૪, અમદાવાદમાં ૪૩.૩, કંડલા અને ડીસા માં ૪૩.૨, ગાંધીનગરમાં ૪૩, સુરેન્દ્રનગર માં ૪૨.૮, વિદ્યાનગરમાં ૪૨.૭, વડોદરા માં ૪૨.૨ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધીને 43.3 ડિગ્રી નોંધાતા રાજ્યનું બીજા ક્રમનું સૌથી ગરમ શહેર હતું. ગરમ પવનોની તીવ્રતાને કારણે તાપમાન 43 ડિગ્રી હોવા છતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો.
આગામી 3 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news