ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી(Rain forecast) અનુસાર જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ ખાબકી શકે છે. દમણ અને દાદરા નગર હવેલીમાં આજે હળવો વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નહીવત છે. આજે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં પણ વાતાવરણ આજે સામાન્ય રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.
આ સાથે છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે, આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નહીવત છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં પણ વાતાવરણ આજે સામાન્ય રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં 8થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરતા કહ્યું છે કે, તારીખ 30-31 ઓગસ્ટના રોજ ગુજરાતના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની સંભાવનાઓ સેવવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે જેને કારણે 8થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે.
સાથે જ 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમીનો અનુભવ થશે. સાથે જ નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 17 ઓક્ટોબર દરિયાકિનારાના ભાગોમાં પવનના જોરની સાથે વરસાદ ખાબકશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.