આગામી 24 કલાક ગુજરાતીઓ માટે અતિભારે- જાણો ક્યાં-ક્યાં વિસ્તારમાં ખાબકશે ધોધમાર વરસાદ?

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આજે ફરી રાજ્યમાં ભારે વરસાદ(Heavy Rain)ને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે એવામાં અમદાવાદ(Ahmedabad)માં ગઈકાલ રાતથી જ આજ સવાર સુધી…

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આજે ફરી રાજ્યમાં ભારે વરસાદ(Heavy Rain)ને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે એવામાં અમદાવાદ(Ahmedabad)માં ગઈકાલ રાતથી જ આજ સવાર સુધી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પૂર્વથી લઇને પશ્ચિમ સુધીના અનેક વિસ્તારો ધોધમાર વરસાદ ખાબકતા પાણી-પાણી થઇ જવા પામ્યા છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં નિકોલ, નરોડા, ઓઢવ, બાપુનગર, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં આખી રાતથી વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી ભરાઇ જવા પામ્યા છે. તો બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં પણ આંબાવાડી, વસ્ત્રાપુર, બોપલ, ઘુમા, સોલા, થલતેજ, પકવાન અને પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં જોરદાર વરસાદ ખાબકી ચુક્યો છે. જેના કારણે લોકોને સવાર-સવારમાં કામે જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે ફરીવાર વરસાદે અમદાવાદને ઘમરોળતા શહેરનો પૂર્વ વિસ્તાર ભારે વરસાદને કારણે જળબંબાકાર થઇ ગયા હતા. શહેરના મણિનગર, હાટકેશ્વર, અજીતમિલ અને રખિયાલમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી:
અમે તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો એવો વરસાદ ખાબકશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાત માટે આગામી 24 કલાક અતિભારે છે.

જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણ સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *