ગુજરાત(Gujarat): રાજ્યમાં હવે ઉનાળાની સાથે સાથે ચોમાસું પણ જામ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાંક દિવસથી વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. થોડાક દિવસ પહેલા જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ(Unseasonal rain) ખાબક્યો હતો. જેના લીધે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્યારે હવે વધુ એકવાર હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.
જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજથી 15 માર્ચ સુધી ફરીવાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં તારીખ 13, 14 અને 15 માર્ચે કમોસમી વરસાદ ખાબકી શકે છે. એમાંય વળી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાં વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.
સાથે જ તારીખ 14 માર્ચને મંગળવારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર જીલ્લામાં, જ્યારે બુધવારે દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, પોરબંદર અને કચ્છ પંથકમાં વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.